________________
૨૭૩
ચતુર્થ સ્તબક/શ્લોક-૭૦૩-૭૦૪-૭૦૫ એવા રાગને વૈરાગ્યના યંત્રથી ચૂર્ણ કરતાં ખેદ પામતા નથી.
બીજા કુટુંબે રાગને પોતાના મહારક્ષક તરીકે સ્વીકારેલ છે તેથી રાગ બીજા કુટુંબનું પાલન કરવા માટે મહારથી છે, તે રાગને મુનિઓ વૈરાગ્યથી ચૂર્ણ કરતાં ખેદ પામતા નથી, પરંતુ સતત વિષયોનો વિરક્તભાવ વૃદ્ધિ કરીને પૂર્ણ સંતોષને પ્રાપ્ત કરીને રાગનો નાશ કરે છે. II૭૦૩ શ્લોક :
घ्नन्ति मैत्रीशरेणोच्चै रागस्यैव सहोदरम् ।
द्वेषं न हृदये जातु, पश्चात्तापं च कुर्वते ।।७०४।। શ્લોકાર્ય :
મૈત્રીરૂપી બાણથી રાગના જ સહોદર એવા દ્વેષને અત્યંત નાશ કરે છે અને હૃદયમાં પશ્ચાતાપને કરતા નથી.
સુસાધુઓ જગતના જીવો પ્રત્યે મૈત્રીભાવનાથી અત્યંત ભાવિત થાય છે જેથી શત્રુ-મિત્ર સર્વ પ્રત્યે ચિત્ત સમાન બને છે જેના પ્રકર્ષથી દ્વેષનો નાશ કરે છે, અને દ્વેષનો નાશ કર્યા પછી કોઈ જાતના પાપોનો પશ્ચાત્તાપ કરતા નથી, ફક્ત આઘભૂમિકામાં જ બીજા કુટુંબને પ્રથમ કુટુંબની સાથે લડાવતી વખતે પાપનો પશ્ચાત્તાપ કરે છે, ત્યારે પ્રશસ્ત ષથી પ્રથમ કુટુંબને બલિષ્ઠ કરે છે. ll૭૦૪ll શ્લોક -
पाटयन्तः क्रोधबन्धुं, क्षमया क्रकचेन च ।
उल्लसन्ति तथा मानं, निघ्नन्तो मार्दवासिना ।।७०५।। શ્લોકાર્ચ -
ક્ષમારૂપી કચથી ક્રોધબંધુને નાશ કરતાં અને માર્દવરૂપી તલવારથી માનને હણતાં ઉલ્લસિત થાય છે.
ક્ષમાનું દઢ અવલંબન લઈને ક્રોધનો નાશ કરવા ઉલ્લસિત થાય છે અને માર્દવ પરિણામનું અવલંબન લઈને અર્થાત્ ગુણો પ્રત્યે નમેલું ચિત્ત રહે એવા અધ્યવસાયનું અવલંબન લઈને માનને નાશ કરતાં મુનિઓ સદા પ્રવર્તે છે. II૭૦પા