Book Title: Vairagya Kalplata Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૨૮૬
શ્લોકાર્થ :
ત્યાં=ચોથા પાટકમાં, પરસ્પર ઘાત સહન કરાયો. ત્યારપછી બંને પણ બાજપક્ષી થયા. ત્યારપછી પણ=છ્હેન થયા પછી પણ, નીચે=નરકમાં, સ્પષ્ટ વૈરવાળા અમે બંને ત્રીજા પાટકમાં ગયા. 11૭૪૧||
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
શ્લોક ઃ
त्रिविधा वेदना तत्र, सोढा सप्तार्णवायुषा ।
ततश्च नकुलौ जातौ, मिथोगात्रप्रहारिणौ । ।७४२।।
શ્લોકાર્થ :
ત્યાં=ત્રીજા પાડામાં, સાત સાગરોપમ ત્રણ પ્રકારની વેદના સહન કરાઈ. ત્યારપછી પરસ્પર ગાત્રના પ્રહારવાળા અમે બંને નકુલ થયા. 1૭૪૨।।
શ્લોક ઃ
त्रिदुःखौ त्र्यर्णवायुष्को, द्वितीये पाटके ततः । भ्रान्तोऽहमेवमन्यान्यान्तरस्थानेष्वनन्तशः । । ७४३ ।।
શ્લોકાર્થ ઃ
ત્યારપછી બીજા પાડામાં=બીજી નરકમાં, ત્રણ સાગરોપમના આયુષ્યવાળા ત્રણ દુઃખોવાળા અમે બંને થયા. આ રીતે=અત્યારસુધી વર્ણન કર્યું એ રીતે, હું=અનુસુંદર ચક્રવર્તીનો જીવ, અનંતી વખત અન્યોઅન્ય સ્થાનમાં ભમ્યો. II૭૪૩]I
શ્લોક ઃ
संसारिजन्ताविति भाषमाणे,
प्रज्ञाविशाला विदधे विचारम् ।
अहो दुरन्तौ विषमौ च हिंसावैश्वानरौ यत्फलमेतदस्य ।। ७४४ ।।

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306