________________
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
૨૦૮
જે જીવોને બાહ્ય અનુકૂલતામાં બદ્ધરાગ છે, તેઓ બીજા કુટુંબ પ્રત્યે દયાળુ છે તેવા જીવોને બીજા કુટુંબનો નાશ કરવો તો દૂર રહો પરંતુ જે મહાત્માઓ બીજા કુટુંબનો નાશ કરે છે તેને જોવા માટે પણ તેઓ સમર્થ નથી. તેથી નપુંસક એવા તેઓ બીજા કુટુંબનો નાશ જોઈને પણ કાંપે છે, તેથી ક્વચિત્ સંયમ ગ્રહણ કર્યું હોય તોપણ સંયમની શુદ્ધ આચરણા કરનારા મુનિઓની પ્રવૃત્તિ જોઈને તેની નિંદા કરે છે. અને કહે છે કે માત્ર ભણવામાં મગ્ન થઈને લોકની ચિંતા કરતા નથી, અમારી ઉચિત સારસંભાળ કરતા નથી. આ પ્રકારે કહીને પોતાનો બીજા કુટુંબ પ્રત્યેનો રાગ જ દૃઢ કરે છે.
||૭૧૪]]
શ્લોક ઃ
परमेतदनुष्ठाय, याता यास्यन्ति यान्ति च । शिवस्थानमनाबाधं, सिद्धानन्तचतुष्टयम् ।।७१५ । ।
શ્લોકાર્થ ઃ
પરંતુ આને=નિઘૃણ કર્મને, સેવીને સિદ્ધ એવા અનંત ચતુષ્ટરૂપ અનાબાધ શિવસ્થાનને પામ્યા=ઘણા મુનિઓ ગયા છે, જશે અને જાય છે. II૭૧૫II
શ્લોક ઃ
राजाऽऽह यो न शक्तः स्याद्, द्वितीयस्य निबर्हणे । तृतीयस्य परित्यागात्, किमवाप्नोत्यसौ फलम् ।। ७१६।। શ્લોકાર્થ ઃ
રાજા કહે છે, ત્રીજા કુટુંબના પરિત્યાગથી બીજા કુટુંબના નાશમાં જે સમર્થ ન થાય, એ=એ પુરુષ કેવા પ્રકારના ફ્લને પ્રાપ્ત કરે છે ? Il૭૧૬||
શ્લોક ઃ
गुरुराह नृशार्दूल ! यो न हन्ति द्वितीयकम् । तृतीयस्य परित्यागस्तस्य नूनं विडम्बना । । ७१७ ।।