________________
૨૭૬
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ કુટુંબ બનતું નથી જેના કારણે મુનિના ચિત્તમાં સતત ક્ષમાદિ ભાવો પ્રવર્ધમાન બને છે. II૭૧ના
શ્લોક :
तृतीयं पोषकं ज्ञात्वा, द्वितीयस्य त्यजन्ति ते ।
जेतुं द्वितीयमत्यक्ते, तृतीये नैव शक्यते ।।७११।। શ્લોકાર્ચ -
બીજા કુટુંબનું પોષક જાણીને ત્રીજા કુટુંબનો તેઓ ત્યાગ કરે છે, ત્રીજું કુટુંબ નહીં ત્યાગ કરાયે છતે બીજું કુટુંબ જીતવા માટે શક્ય નથી જ.
પૂર્વમાં કહેલ કે ત્રીજું કુટુંબ ધર્મનું પણ પોષક છે અને અધર્મનું પણ પોષક છે તેથી પ્રથમ કુટુંબનું પણ પોષક છે અને બીજા કુટુંબનું પણ પોષક છે. તોપણ બહુલતાએ બીજા કુટુંબનું પોષક ત્રીજું કુટુંબ છે. તેથી સંયમ ગ્રહણ કરીને સાધુઓ ત્રીજા કુટુંબનો ત્યાગ કરે છે અને ત્રીજા કુટુંબનો ત્યાગ ન કરે તો સ્વજનાદિ પ્રત્યે સંબંધની બુદ્ધિને કારણે બીજા કુટુંબનો જય શક્ય બને નહીં; કેમ કે નિગ્રંથભાવ પ્રત્યે પ્રવર્ધમાન ચિત્ત જ બીજા કુટુંબનો જય કરવા સમર્થ બને છે અને નિર્ગથભાવ પ્રત્યે ચિત્તને પ્રવર્તાવવામાં ત્રીજું કુટુંબ બાધક છે. l૭૧૧ાા શ્લોક -
अतो यद्यस्ति ते चित्तं, निर्वाणसुखलालसम् ।
राजस्तनिघृणं कर्म, मयोक्तमिदमाचर ।।७१२।। શ્લોકાર્ધ :
આથી શ્રદ્ધા અને ક્રિયાથી યુક્ત જ્ઞાન ઈષ્ટ અર્થનું સાધક છે આથી, જો તારું અરિદમન રાજાનું, સિત નિર્વાણ સુખની લાલસાવાળું છે, તો હે રાજા ! મારા વડે કહેવાયેલું તે નિર્ગુણ કર્મ એને તું આચર.
આચાર્ય રાજાને કહે છે, નિર્વાણ સુખની ઇચ્છાવાળા જીવે બીજા કુટુંબને નાશ કરવા અર્થે સર્વ ઉદ્યમથી યત્ન કરવો જોઈએ. II૭૧૨