________________
૨૭૫
ચતુર્થ સ્તબક/બ્લોક-૭૦૮-૭૦૯-૭૧૦ શ્લોક :
हास्यं रतिं जुगुप्सां चारतिं चानादिवत्सलाम् ।
पञ्चाक्षभ्रातृभाण्डानि, दलयन्ति दमेषुणा ।।७०८ ।। શ્લોકાર્ચ -
હાસ્યને અને અનાદિ વત્સલ એવી રીત, જુગુપ્સા અને અરતિને પાંચ ઈન્દ્રિયોના વિષયોને દમરૂપી બાણથી દળે છે.
મુનિઓ દમનના પરિણામ દ્વારા હાસ્ય, રતિ, અરતિના ભાવોને અને પાંચ ઇન્દ્રિયોના વિષયોને દળે છે, જેથી ઇન્દ્રિયાર્થ ઉન્મનીભાવને અભિમુખ સતત જવા યત્ન કરે છે. ll૭૦૮li શ્લોક :
इत्थं कृत्वा द्वितीयस्य, कुटुम्बस्य क्षयं क्षणात् ।
प्रथमस्य कुटुम्बस्य, वर्धयन्ति बलं सदा ।।७०९।। શ્લોકાર્ચ -
આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, બીજા કુટુંબનો ક્ષણમાં ક્ષય કરીને, પ્રથમ કુટુંબનું બલ મુનિઓ સદા વધારે છે. ll૭૦૯ll શ્લોક :
बले चाद्यकुटुम्बस्य, प्रवृद्धे भग्नपौरुषम् ।।
अमीषां बाधकं न स्यात्, तद् द्वितीयं कुटुम्बकम् ।।७१०।। શ્લોકાર્ચ -
અને આધકુટુંબનું બલ પ્રવૃદ્ધ થયે છતે ભગ્ન પોષવાળું તે બીજું કુટુંબ આમનું=આધકુટુંબનું બાધક થાય નહીં.
મુનિઓ બીજા કુટુંબને સતત ક્ષીણ કરે છે અને પ્રથમ કુટુંબની સતત વૃદ્ધિ કરે છે તેથી મુનિના ચિત્તમાં કષાયો, નોકષાયો ક્ષીણપ્રાયઃ વર્તે છે તેથી ભગ્ન પૌરુષવાળું બીજું કુટુંબ વર્તે છે, તેથી પ્રથમ કુટુંબનો સામનો કરવા સમર્થ બીજું