________________
૨૭૭
ચતુર્થ સ્તબક/શ્લોક-૭૧૩–૭૧૪ શ્લોક -
परं स्वशक्तिरालोच्या, मध्यस्थेनान्तरात्मना ।
शक्यं कर्तुं कृताभ्यासैोगिभिः कर्म निघृणम् ।।७१३।। શ્લોકાર્ચ -
પરંતુ નિર્ગુણ કર્મ કરવાની ઈચ્છા હોય પરંતુ, મધ્યસ્થ એવા અંતરાત્મા વડે સ્વશક્તિનું આલોચન કરવું જોઈએ, કરાયેલા અભ્યાસવાળા યોગીઓ વડે નિર્ગુણ કર્મ કરવાનું શક્ય છે.
કોઈ મહાત્માને મોક્ષની ઇચ્છા હોય એટલા માત્રથી નિવૃણ કર્મ કરવા સમર્થ બનતા નથી આથી જ મોક્ષની અત્યંત ઇચ્છાવાળા અવિરત સમ્યગ્દષ્ટિ કે દેશવિરત શ્રાવકો નિવૃણ કર્મ કરવા સમર્થ થતા નથી, તેથી મારે સંયમ લેવું છે તેટલો જ માત્ર પક્ષપાત કરીને સંયમ ગ્રહણ કરવું ઉચિત નથી, પરંતુ મારે સંયમ ગ્રહણ કરવું છે અને સંયમને અનુકૂળ કેવું વીર્ય મારામાં સંચય થયું છે અને સંયમ ગ્રહણ કરીને હું નિધૃણ કર્મ કરી શકીશ કે નહીં કરી શકું તેનું મધ્યસ્થભાવથી સમાલોચન કરવું જોઈએ, અને સ્વશક્તિ જણાય તો જ સંયમ ગ્રહણ કરવું જોઈએ; કેમ કે કરાયેલા અભ્યાસવાળા યોગીઓ વડે જ નિર્ગુણ કર્મ કરવું શક્ય છે, આથી જ મોક્ષની ઇચ્છાવાળા શ્રાવકો નિર્ગુણ કર્મ કરવાને અનુકૂળ શક્તિનો સંચય કરતા હોય છે. II૭૧૩મા શ્લોક :
न द्रष्टुमपि शक्यं तु, कर्मबन्धुदयालुना ।
क्लीबा दृष्ट्वाऽपि कम्पन्ते, करणं दूरतः स्थितम् ।।७१४।। શ્લોકાર્ચ -
વળી, કર્મબંધુ પ્રત્યે દયાળુ જીવો વડેઃકર્મબંધના કારણભૂત બીજા કુટુંબ પ્રત્યે દયાળુ જીવો વડે, જોવું પણ શક્ય નથી કોઈ અંતરંગ શત્રુ પ્રત્યે નિર્ઘણ કર્મ કરતા હોય તે જોવું પણ શક્ય નથી, નપુંસકો જોઈને પણ કાંપે છે. કરવું દૂરથી રહેલું છે.