________________
૨૭૪
વૈરાગ્યકાલતા ભાગ-૩
શ્લોક -
मायामार्जवदण्डेन, निघ्नन्ति जरतीमपि ।
संतोषाग्नौ क्षिपन्त्युच्चैर्लोभं बालमपि क्षणात् ।।७०६।। શ્લોકાર્ચ -
આર્જવદંડથી જીર્ણ થતી પણ માયાને હણે છે, બાલ પણ એવા લોભને ક્ષણથી સંતોષરૂપી અગ્નિમાં અત્યંત નાંખે છે.
મુનિઓ આર્જવ પરિણામથી માયાને સતત જીર્ણ કરે છે અને જીર્ણ પણ થતી એવી માયાને શક્તિનો સંચય થાય ત્યારે ક્ષપકશ્રેણીમાં નાશ કરે છે, વળી, લોભને સતત ક્ષીણ કરે છે, તેથી ક્ષીણ થયેલા એવા બાલ જેવા પણ લોભને ક્ષપકશ્રેણીમાં સંતોષરૂપી અગ્નિમાં નાંખીને નાશ કરે છે. l૭૦૬ાા શ્લોક :
कामं च ब्रह्महस्तेन, मईयन्तीव मत्कुणम् ।
घ्नन्ति शोकं धिया शक्त्या, चित्तधैर्येषुणा भयम् ।।७०७।। શ્લોકાર્ચ -
બ્રહ્મરૂપી હાથથી માંકડની જેમ કામનું મર્દન કરે છે, બુદ્ધિરૂપ શસ્ત્રથી શોકને હણે છે. ચિતના ઘેર્યરૂપ બાણથી ભયને હણે છે.
મુનિઓ ચિત્તમાં અનાદિથી સ્થિર થયેલા વેદના ઉદયને સતત ક્ષીણ કરવા યત્ન કરે છે અને ક્ષપકશ્રેણીમાં તેનો સર્વથા વિનાશ કરે છે. વળી, જીવ નિમિત્ત પામીને શોકના ઉપયોગવાળો બને છે, પરંતુ મુનિઓ આત્માનો દેહાદિથી અત્યંત ભેદ છે તેનું ભાન કરીને આત્માને તે રીતે સંપન્ન કરે છે કે જેથી બાહ્ય કોઈ નિમિત્તજન્ય શોક પ્રગટ થાય નહીં, વળી, સંસારી જીવોને ભય પણ દેહ સાથે અભેદ બુદ્ધિ હોય ત્યારે જ થાય છે; કેમ કે દેહનો નાશ થાય તેવા સંયોગ આવે ત્યારે ભય પ્રગટ થાય છે, પરંતુ મુનિઓ વૈર્યપૂર્વક ચિત્તને આત્માના નિરાકુળ સ્વભાવમાં સ્થિર કરે છે, જેથી મરણાંત ઉપસર્ગમાં પણ ભય ઉત્પન્ન થતો નથી. II૭૦થી