________________
૨૭૨
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ કષાયો પ્રત્યેની ક્રૂર આચરણાઓ મુનિઓ કરે છે તેવી આચરણા ઇષ્ટ અર્થની સાધક છે. II૭૦૦II શ્લોક -
अनादिप्रेमसंबद्धं, द्वितीयं यत् कुटुम्बकम् ।
आद्येन योधयन्त्युच्चै|राघोरबलेन तत् ।।७०१।। શ્લોકાર્ચ -
અનાદિ પ્રેમ સંબંધવાળું જે બીજું કુટુંબ છે, તેને ઘોર અઘોર બલવાળા એવા આધકુટુંબની સાથે યુદ્ધ કરાવે છે.
આઘકુટુંબને અતિ બલિષ્ઠ કરીને મુનિઓ ક્રોધાદિ કષાયરૂપ જે બીજું કુટુંબ છે તેને પ્રશસ્ત રાગદ્વેષ આદિ કરીને પ્રથમ કુટુંબ સાથે યુદ્ધ કરાવે છે. ll૭૦૧ શ્લોક -
द्वितीयस्य कुटुम्बस्य, मूलोत्पत्तिनिबन्धनम् ।
घातयन्ति विवेकेन, महामोहपितामहम् ।।७०२।। શ્લોકાર્ચ -
બીજા કુટુંબના ઉત્પત્તિના મૂળ કારણ એવા મહામોહ પિતામહને વિવેકથી નાશ કરે છે.
મહામોહ અજ્ઞાન સ્વરૂપ છે અને મુનિઓ આત્માથી સર્વ પદાર્થો ભિન્ન છે તે પ્રકારે ભાવન કરીને અને શાસ્ત્રોથી સૂક્ષ્મ સૂક્ષ્મતર વિવેક પ્રગટ કરીને અજ્ઞાનનો નાશ કરે છે. જે પૂર્ણ વિવેક કેવલજ્ઞાન વખતે પ્રગટે છે જેનાથી સંપૂર્ણ અજ્ઞાનનો નાશ થાય છે અને અરૂપી ચેતના સ્પષ્ટ, સ્પષ્ટતર દેખાય છે. ll૭૦શા શ્લોક -
चूर्णयन्तो न खिद्यन्ते, रागं वैराग्ययन्त्रतः ।
एतत्कुटुम्बाधिकृतं, महाबलमहारथम् ।।७०३।। શ્લોકાર્ચ - આ કુટુંબથી અધિકૃત=બીજા કુટુંબથી સ્વીકૃત, મહાબલરૂપ મહારથ