________________
૨૭૧
ચતુર્થ સ્તબક/શ્લોક-૬૯૮-૧૯૯-૭૦૦ શ્લોક :
भगवानाह पृथ्वीश ! न त्राणं ज्ञानमात्रतः ।
श्रद्धाक्रियान्वयादेव, तदभीष्टार्थसाधकम् ।।६९८ ।। શ્લોકાર્ચ -
ભગવાન કહે છે – હે રાજા ! જ્ઞાનમાત્રથી રક્ષણ નથી=પરોપકારનું સામર્થ્ય ન હોય તો આત્મહિત કરવું જોઈએ એટલા જ્ઞાનમાત્રથી રક્ષણ નથી, શ્રદ્ધા ક્રિયાના અન્વયથી જ તે=જ્ઞાન, અભીષ્ટ અર્થનું સાધક છે.
રાજાને ઉચિત કૃત્ય વિષયક સમ્યજ્ઞાન થયું તેથી પોતાનું સમીહિત સિદ્ધ થયું એમ જે રાજા વિચારે છે તેને આચાર્ય કહે છે. શ્રદ્ધા ક્રિયાથી યુક્ત જ્ઞાન અભીષ્ટ અર્થનું સાધક છે, માત્ર જ્ઞાન નહીં. II૬૯૮ શ્લોક :
तत्र श्रद्धानमस्त्येव, विस्तारि तव सर्वतः ।
क्रियां तु यदि शक्नोषि, कर्तुं तत्सिध्यति हितम् ।।६९९ ।। શ્લોકાર્ચ -
ત્યાં=રત્નત્રયીમાં, તારું સર્વત્ર વિસ્તારવાળું શ્રદ્ધાન છે જ, વળી જો ક્રિયાને કરવા માટે તું સમર્થ થાય તો, હિત સિદ્ધ થાય છે. ll૧૯૯ll શ્લોક :
परं तनिघृणं कर्म, नृपतिः प्राह कीदृशम् ।
गुरुर्जगाद कुर्वन्ति, मुनयो यदनारतम् ।।७०० ।। શ્લોકાર્થ :
પરંતુ તે=નિર્ગુણ કર્મ છે=નિર્દય કર્મ છે=કષાયો પ્રત્યે નિર્દય આચરણા છે, રાજા પૂછે છે. કેવા પ્રકારનું છે ?-તે નિર્ગુણ કર્મ કેવા પ્રકારનું છે ? ગુરુ કહે છે જે નિધૃણ કર્મ, સતત મુનિઓ કરે છે.
કષાયો પ્રત્યે ક્રૂર આચરણા છે તે નિર્ગુણ કર્મ છે જે મુનિઓ સતત સેવે છે, ગુરુ પૂછે છે કેવા પ્રકારની ક્રૂર આચરણા છે ? એથી કહે છે – જે પ્રકારની