________________
૨૬૦
વૈરાગ્યકાલતા ભાગ-૩ કારણે નંદીવર્ધને હિંસાને અને વૈશ્વાનરને વશ થઈને આ સર્વ અનુચિત કાર્ય કર્યું. IIકકા શ્લોક -
भवजन्तुरयं राजन् ! पद्मराजसुतो मृषा ।
वास्तव्योऽव्यवहारस्य, नगरस्य च निश्चितम् ।।६६७।। શ્લોકાર્થઃ
હે રાજન્ ! આ=નંદીવર્ધન, ભવજંતુ છે. પદ્મરાજાનો પુત્ર મૃષા છે. અવ્યવહારનગરનો નિશ્ચિત વાસ્તવ્ય છે. II૬૬૭ી શ્લોક :
लोकस्थितेस्तथा कर्मपरिणामस्य चाज्ञया । भवितव्यतया स्वीयभार्यया प्रेरितस्ततः ।।६६८।। स्वेच्छावशादथान्यान्यस्थानेषु परिधार्यते ।
अन्येषामपि तुल्येयं, गतिः प्रायेण देहिनाम् ।।६६९।। શ્લોકાર્થ :
લોકસ્થિતિની અને કર્મપરિણામની આજ્ઞાથી ત્યારપછી સ્વઈચ્છાના વશથી પ્રેરાયેલો આ જીવ પોતાની ભવિતવ્યતા નામની ભાર્યા વડે અન્ય અન્ય સ્થાનોમાં પરિધારણ કરાય છે તે તે ભવોમાં આ જીવ સ્થાપના કરાય છે. પ્રાયઃ અન્ય પણ જીવોની તુલ્ય આ ગતિ છે.
કેવલી અરિદમન રાજાને કહે છે. આ નંદીવર્ધન ભવજંતુ છે. પદ્મરાજાનો પુત્ર નથી. લોકમાં પદ્મરાજાનો પુત્ર કહેવાય છે તે પરમાર્થથી મૃષાવચન છે. અને આ નંદીવર્ધન અનાદિથી અવ્યવહારનગરનો નિશ્ચિત વાસ્તવ્ય છે; કેમ કે અનાદિથી આ જીવ અવ્યવહારરાશિમાં જ હતો. અને લોકસ્થિતિ અને કર્મપરિણામની આજ્ઞાથી પ્રેરાયેલો તે નગરમાંથી નીકળીને અન્ય અન્ય ભવોમાં આવે છે; કેમ કે લોકમાં વર્તતા સર્વ જીવોની તેવા જ પ્રકારની પરિણતિ છે તે પ્રમાણે નંદીવર્ધનની પણ તેવા પ્રકારની પરિણતિ છે. એ પ્રકારની પરિણતિને