________________
૨૪
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોક -
नृपतिः प्राह भगवन्, स्वानुभूतेन नैव किम् ।
इयताऽपि प्रबन्धेन, बुद्ध्यते नन्दिवर्धनः ।।६७७।। શ્લોકાર્થ :
રાજા કહે છે હે ભગવાન ! સ્વાનુભૂત આટલા પણ પ્રબંધથી શું નંદીવર્ધન બોધ નહીં પામે ? ||૭૭ll શ્લોક :
गुरुराह महाराज ! न परं नावबुध्यते ।
प्रत्युतास्य महोद्वेगश्चित्ते भवति मगिरा ।।६७८ ।। શ્લોકાર્ચ -
ગુરુ કહે છે. હે મહારાજ ! કેવલ અવબોધ પામતો નથી એમ નહીં, ઊલટું આને નંદીવર્ધનને, મારી વાણીથી ચિત્તમાં મહાઉદ્વેગ થાય છે.
કેવલી કોઈના ચિત્તના ઉદ્ધગનું કારણ હોય તેવું કહે નહીં, કેમ કે તેનાથી તે જીવના સંસારની વૃદ્ધિ થાય છે તોપણ રાજા આદિ અન્ય જીવોને મહાલાભનો હેતુ હોવાથી કેવલી નંદીવર્ધનનો સર્વ પ્રસંગ તેના સાંભળતાં જ લોકોની આગળ કહે છે. II૬૭૮ શ્લોક -
प्राह भूपोऽस्त्यभव्यः किं, भव्य एव गुरुर्जगौ ।
हन्त्यनन्तानुबन्धोऽस्य, क्रोधो धर्मरुचिं परम् ।।६७९।। શ્લોકાર્ચ -
રાજા કહે છે. શું આભવ્ય છે? ગુરુ કહે છે ભવ્ય જ છે, પરંતુ આનો અનંતાનુબંધવાળો ક્રોધ ધર્મની રુચિને હણે છે. ll૧૭૯ll શ્લોક :
अस्य वैश्वानरोऽद्यापि, दुःखं दास्यत्यनन्तशः । तदस्य परमः शत्रुरयमेव न संशयः ।।६८०।।