________________
૨૬૩
ચતુર્થ સ્તબકોક-૭૪-૭૫-૭૬ શ્લોકાર્ય :
જૈનશાસનને પામીને પણ જે ક્રોધાદિમાં રંજિત થાય છે, મૂઢ એવો તે, ખેદ છે કે કાચથી ચિંતામણિને હારે છે.
કોઈક રીતે ધર્મને અભિમુખ થયેલા જીવો પણ કષાયોની પ્રકૃતિમાં યત્નશીલ હોય તેઓ તપ, ત્યાગ કરીને પણ માન-ખ્યાતિ આદિ ભાવોમાં રંજિત રહે છે. તેવા મૂઢ જીવો સર્વ કર્મના નાશના પ્રબલ કારણભૂત ચિંતામણિરૂપ જૈનશાસનને તુચ્છ માન-સન્માનાદિ રૂપ કાચથી નિષ્ફળ કરે છે. II૭૪ll શ્લોક :
हिंसाक्रोधादिसंसक्ताद् धर्मो दूरेण नश्यति ।
न मोक्षमार्गलेशेन, युज्यते तद्विवर्जितः ।।६७५ ।। શ્લોકાર્ચ - હિંસા, ક્રોધાદિ સંસક્ત જીવોથી ધર્મ દૂરથી નાસે છે. તેનાથી વિવર્જિત= ધર્મથી વિવર્જિત, મોક્ષમાર્ગના લેશથી યોજાતો નથી.
જેઓ હિંસાદિ આરંભો કરે છે, ક્રોધાદિ કષાયો કરે છે તેઓ ક્વચિત્ બાહ્યથી ધર્મની આચરણા કરતા હોય તોપણ પરમાર્થથી આત્મામાં ધર્મ પ્રગટ થતો નથી. તેવા જીવો મોક્ષમાર્ગના લેશને પણ સ્પર્શતા નથી. II૬૭પણા શ્લોક :
जाननपि ततस्तत्त्वं, महामोहवशीकृतः ।
निमज्जति भवाम्भोधौ, यथाऽयं नन्दिवर्धनः ।।६७६।। શ્લોકાર્થ :
તેથી=ધર્મ રહિત જીવો મોક્ષમાર્ગ સાથે યોજન પામતા નથી તેથી, તત્વને જાણતો પણ મહામોહને વશ કરાયેલો જીવ ભવરૂપી સમુદ્રમાં ડૂબે છે. જે પ્રમાણે આ નંદીવર્ધન.
જેમ નંદીવર્ધન ભવસમુદ્રમાં પડે છે તેમ કોઈક રીતે ભગવાનના શાસનના તત્ત્વને જાણનારા થયા હોય છતાં મૂઢતાને વશ કષાયોના પરિવાર માટે યત્ન કરતા નથી તેઓ ભવસમુદ્રમાં ડૂબે છે. IIક૭૬ાા