________________
૨૬૭
ચતુર્થ સબક,બ્લોક-૧૮૮-૧૮૯-૯૦ શ્લોક :
तृतीयं सादि सान्तं च, यादृच्छिकमुपाधिजम् ।
अन्तःकुटुम्बपोषेण, भवनिर्वाणकारणम् ।।६८८।। શ્લોકાર્ચ -
ત્રીજું કુટુંબ સાદિ, સાંત, યાદચ્છિક, ઉપાધિથી થનારું, અંતકુટુંબના પોષણથી ભવ અને નિર્વાણનું કારણ છે.
ત્રીજા કુટુંબની દરેક ભવમાં આદિ થાય છે અને ભવના અંતે પ્રાયઃ તેનો નાશ થાય છે. વળી, તે યદચ્છાથી થયેલું છે–તે તે પ્રકારના જીવના સંબંધની બુદ્ધિથી થયેલું છે. આથી જ કોઈક ભવમાં એક નગરાદિમાં જન્મેલા હોય અને સમાન સ્વભાવને કારણે મૈત્રી આદિ થાય તેના કારણે જન્માંતરમાં તે તે પ્રકારના સંબંધ થાય છે, જે ઉપાધિથી થયેલ છે. વળી, બાહ્ય એવું સ્ત્રી આદિ કુટુંબ પ્રથમ કુટુંબને પોષે તો મોક્ષનું કારણ છે અને બીજા કુટુંબને પોષે તો ભવનું કારણ છે. ll૧૮૮ શ્લોક :
सर्वसंसारिणां तस्माद् द्वितीयेऽत्र कुटुम्बके ।
सुहृद्वैश्वानरोऽवश्यं, हिंसा भार्या च निश्चिता ।।६८९।। શ્લોકાર્ચ -
તે કારણથી=પૂર્વમાં ત્રણ કુટુંબોનું સ્વરૂપ બતાવ્યું તેવું તેઓનું સ્વરૂપ છે તે કારણથી, અહીં સર્વ સંસારી જીવોના બીજા કુટુંબમાં મિત્ર વૈશ્વાનર અને હિંસા ભાર્યા અવશ્ય નિશ્ચિત છે. II૬૮૯ll શ્લોક :
आद्यं स्वाभाविकं मुक्त्वा, द्वितीये कथमादरः ।
जीवानामथ जिज्ञासुर्जगदे सूरिणा नृपः ।।६९०।। શ્લોકાર્ચ -
આધ એવા સ્વાભાવિક કુટુંબને છોડીને, બીજા કુટુંબમાં જીવોને કેમ આદર છે? એ પ્રકારની જિજ્ઞાસાવાળા રાજાને સૂરિ વડે કહેવાયું. I૬૯ol.