________________
૨૬૬
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોકાર્ચ -
ત્યાં-ત્રણ કુટુંબમાં, આધ કુટુંબ સ્વાભાવિક, અવિનશ્વર, આવિર્ભાવ તિરોભાવરૂપ ધર્મવાળું, મોક્ષને દેનારું છે. II૬૮૫ll શ્લોક :
औपाधिकं द्वितीयं च, स्वाभाविकधिया धृतम् ।
अनाद्यन्तमभव्येषु, भव्येष्वस्तादि चान्तवत् ।।६८६।। શ્લોકાર્થ :
અને બીજું પાધિક સ્વાભાવિક બુદ્ધિથી ધારણ કરાયેલું અનાદિ અનંત અભવ્યમાં, ભવ્યોમાં અસ્તાદિ અને અંતવાળું છે.
ભવ્ય જીવોમાં બીજું કુટુંબ ઉપશમશ્રેણીમાં અસ્ત પામે છે, ઉપશમશ્રેણીથી પાત પામે ત્યારે આદિ થાય છે અને ક્ષપકશ્રેણીથી કષાયોનો નાશ કરે ત્યારે અંતવાળું થાય છે અને સંસારી જીવોએ તે બીજું કુટુંબ કર્મની ઉપાધિથી જન્ય હોવા છતાં આ મારો સ્વભાવ છે એ પ્રકારની બુદ્ધિથી જ ધારણ કર્યું છે. II૬૮૬ શ્લોક -
आविर्भावतिरोभावधर्मकं भवकारणम् ।
एकान्ताहितशीलं च, प्रकृत्याऽधोगतिप्रदम् ।।६८७।। શ્લોકાર્થ:
આવિર્ભાવ તિરોભાવ ધર્મવાળું ભવનું કારણ, એકાંત અહિત સ્વભાવવાળું અને પ્રકૃતિથી અધોગતિને દેનારું બીજું કુટુંબ છે.
ક્રોધાદિની પરિણતિ જીવમાં દ્રવ્ય, ક્ષેત્ર આદિને પામીને આવિર્ભાવ પામે છે અને તેવાં દ્રવ્ય-ક્ષેત્રાદિને પામીને તિરોભાવ પામે છે. વળી, તે કષાયોથી ભવપ્રાપ્તિને અનુકૂળ કર્મોનો બંધ થાય છે તેથી ભવનું કારણ છે. વળી, કષાયકાળમાં જીવને દુઃખ થાય છે અને તેનાથી દુઃખની પરંપરા પ્રાપ્ત થાય છે તેથી એકાંત અહિત સ્વભાવવાળું છે અને પ્રકૃતિથી અધોગતિને દેનારું છે, કેમ કે કષાયને વશ જીવ નરક નિગોદમાં જાય છે. II૬૮ળા.