________________
૨૬૮
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
શ્લોક :
अभिभूतं द्वितीयेन, नित्यमाद्यकुटुम्बकम् ।
तेन तद्दर्शनाभावात् तद्गुणानादरो नृणाम् ।।६९१।। શ્લોકાર્ધ :
બીજા વડે=બીજા કુટુંબ વડે, હંમેશાં આધ કુટુંબ અભિભૂત છે; તે કારણથી=પ્રથમ કુટુંબ અભિભૂત છે તે કારણથી, તેના દર્શનના અભાવને કારણે મનુષ્યોને તેના ગુણોમાં અનાદર છે.
અનાદિ કાળથી જીવમાં બીજું કષાયોનું કુટુંબ તે પ્રકારનું બલવાન વિદ્યમાન છે જેથી ક્ષમાદિ રૂપ આદ્ય કુટુંબ હણાયેલું છે તેથી જીવને આદ્ય કુટુંબનું દર્શન થતું નથી, માટે પ્રથમ કુટુંબ ગુણવાળું હોવા છતાં તેમાં જીવને આદર થતો નથી અને કદર્થના કરનાર પણ બીજા કુટુંબમાં જીવને સ્નેહ વર્તે છે. IIછવા શ્લોક :
आविर्भूतं सदैवास्ति, द्वितीयं च कुटुम्बकम् ।
पुरः स्फुरति तत्रोच्चैर्नृणां तत्प्रेम वर्धते ।।६९२।। શ્લોકાર્ચ -
અને બીજું કુટુંબ સદા જ આવિર્ભત છે, તે કારણથી આગળ સ્કુરાયમાન થતા તેમાં બીજા કુટુંબમાં, મનુષ્યોને અત્યંત પ્રેમ વધે છે.
સંસારી જીવોમાં સદા બીજું કુટુંબ અનાદિ કાળથી આવિર્ભત છે અને તે તે નિમિત્તોથી તે તે કષાયો જીવની સન્મુખ પ્રગટ થાય છે તેથી તેઓના પરિચયને કારણે જીવોને તેમાં પ્રેમ વધે છે જેમ નંદીવર્ધનને વૈશ્વાનરમાં પ્રેમ વૃદ્ધિ પામ્યો.
II૬૯૨ાા
શ્લોક :
विश्रब्धास्तत्र पश्यन्ति, न दोषान् जानते गुणान् । शत्रुबुद्ध्या च पश्यन्ति, तद्दोषस्य प्रकाशकम् ।।६९३।।