________________
૨૫૯
ચતુર્થ સ્તબક/શ્લોક-૬૬૪-૬૬૫-૬૬૬ શ્લોક :
गुरुराह महाराज, तदाऽप्यास्तामिमे स्फुटम् ।
पुण्योदयेन सख्यात् तु, कृतास्तास्ताः समृद्धयः ।।६६४।। શ્લોકાર્ચ -
ગુરુ કહે છે. હે મહારાજ ! ત્યારે પણ આ બંને સપષ્ટ હતા. પરંતુ પુણ્યોદયરૂપી મિત્રથી તે તે સમૃદ્ધિઓ કરાઈ.
નંદીવર્ધનનો બાહ્ય વૈભવ ખ્યાતિ વગેરે આપાદક પુણ્યોદય પ્રગટ હતો તેથી સર્વ પ્રકારનાં બાહ્ય સુખોને પામેલો. II૬૬૪ll શ્લોક :
महामोहवशात् तेन, गुणस्तस्य न लक्षितः । हिंसावैश्वानरकृतं, बुद्धमैश्वर्यजृम्भितम् ।।६६५ ।। શ્લોકાર્ચ -
તેના વડેકનંદીવર્ધન વડે, તેનો પુણ્યોદયનો, ગુણ મહામોહના વશથી જણાયો નહીં. હિંસા-વૈશ્વાનરકૃત પ્રગટ થયેલું ઐશ્વર્ય જણાયું. Iકપી શ્લોક :
ततोऽयमविशेषज्ञ इति मत्वा स निर्गतः ।
प्रस्तावे स्फुटवाक्यस्य, ततो जातोऽयमीदृशः ।।६६६।। શ્લોકાર્ચ -
તેથી આ=નંદીવર્ધન, અવિશેષજ્ઞ છે એ પ્રમાણે માનીને ફુટ વાક્યના પ્રસ્તાવમાં તે=પુણ્યોદય, ગયો. તેથી આ નંદીવર્ધન, આવો થયો.
પોતાને જે સફળતા મળી તે પુણ્યોદયકૃત છે. હિંસા અને વૈશ્વાનરકૃત નથી એ પ્રકારના વિશેષને જાણનારો નંદીવર્ધન ન હતો. તેથી હિંસા અને વૈશ્વાનર પ્રત્યે પક્ષપાતવાળો થયો અને તે મલિન અધ્યવસાયથી પુણ્યોદય સતત ક્ષીણ ક્ષીણતર થયો તેથી ફુટવાક્યના પ્રસ્તાવ વખતે તે પુણ્યોદય પૂર્ણ થાય છે તેના