________________
ચતુર્થ સ્તબક/શ્લોક-પ૬૪-પપ
૨૨૯ અર્થી હોવાથી મુનિભાવનું પારમાર્થિક સ્વરૂપ સદા ભાવન કરે છે અને તેને પ્રગટ કરવા અર્થે શક્તિ અનુસાર પ્રયત્ન કરે છે તેથી તેઓમાં વર્તતી હિંસાની પરિણતિ અનુબંધ વગરની છે અને જેમાં તેવો વિવેક પ્રગટ્યો નથી. તેઓ જે કંઈ અલ્પ પણ કષાયની પરિણતિ કરે છે અને આરંભ-સમારંભની પ્રવૃત્તિ કરે છે તે સાનુબંધ હોવાથી ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને નંદીવર્ધન જેવી હિંસામાં પર્યવસન પામે તેવી છે. આથી જ કનકશેખર સમ્યક્ત સહિત દેશવિરતિને પામેલ હોવાથી યુદ્ધો આદિ કરે છે ત્યારે બાહ્ય હિંસા કરે છે, ભોગાદિ કરે છે ત્યારે કષાયના સંશ્લેષરૂપ અંતરંગ હિંસા કરે છે, તોપણ સમ્યક્તની નિર્મળ દૃષ્ટિ હોવાથી સાધુધર્મના પરિભાવનના બળથી સંપૂર્ણ અહિંસાને અભિમુખ ચિત્તના નિર્માણને અનુકૂળ સદા યત્ન કરે છે તેથી તેમની હિંસા હિંસાના અનુબંધ વગરની હતી. અહિંસામાં પર્યાવસન પામે તેવી હતી. જ્યારે અવિવેકી જીવોની હિંસા કે અહિંસા હિંસામાં જ પર્યાવસન પામે છે. આથી જ સુમતિએ સંયમ ગ્રહણ કરીને છઠ્ઠના પારણે છઠ કરીને પણ પરમાધામીપણું પ્રાપ્ત કર્યું. તેથી તેની સંયમજીવનની અહિંસા પણ હિંસામાં જ પર્યવસન પામી.પ૬૪ll બ્લોક :
इयं हि पापा धृतदाहसाहसा, स्वभावतः सा हिमशीतलाऽमला । विरोधनिष्ठा तदिहानयोधुवा,
सदातनी तोयहुताशयोरिव ।।५६५।। શ્લોકાર્ચ - હિજે કારણથી, આ હિંસા સ્વભાવથી ધૃતરાહના સાહસવાળી પાપી છે. તે દયા, હિમ જેવી શીતલ અને અમલા છે. તે કારણથી અહીં એક જીવમાં, આ બેની અગ્નિ અને પાણીની જેમ સદાતન ધ્રુવ વિરોધની નિષ્ઠા છે.
હિંસા સ્વભાવથી જ જીવને દાહ કરનારા સ્વભાવવાળી છે આથી જ જે જીવોમાં જેટલી કષાયની પરિણતિ વર્તે છે તે અંશથી તેનો આત્મા સ્વયં