________________
૨૩૩
ચતુર્થ સ્તબક/શ્લોક-પ૬૮-૫૯, પ૭૦-પ૭૧ અન્ય સર્વ કર્મો પણ દયાની પ્રાપ્તિને અનુકૂળ હશે તેથી ઉત્તમ કુળ આદિને આપીને તે પ્રકારનાં નંદીવર્ધનના જીવનાં કર્મો જ દયાની પરિણતિ આપશે. પ૬૮પલા.
શ્લોક :
ततः किमेतर्हि विगर्हिताशये, विधेयमित्याहितवाचि पार्थिवे । निमित्तवित् प्राह किलाधुना हिता,
भवत्युपेक्षा भवतां च मौनिता ।।५७०।। શ્લોકાર્ચ -
ત્યારપછી નિમિત્તકે કહ્યું કે કર્મપરિણામ રાજા દયા નામની કન્યા આપશે ત્યારપછી, આ સમયમાં જ્યારે નંદીવર્ધન કોઈનું સાંભળતો નથી તેવા સમયમાં, વિગહિત આશય હોતે છતે નંદીવર્ધનમાં જીવોની હિંસા કરવાને અનુકૂળ દુષ્ટ આશય હોતે છતે, શું કરવું જોઈએ ? એ પ્રમાણે બોલાયેલા વજનવાળા રાજા હોતે છતે નૈમિતક કહે છે. ખરેખર હમણાં તમારી ઉપેક્ષા હિત છે અને તમારી મોનિતા હિત છે.
વર્તમાનમાં નંદીવર્ધન અતિ ક્રૂર આશયવાળો છે, સુધરે એવો નથી તેથી નૈમિત્તિક કહે છે તેની તે પ્રવૃત્તિ પ્રત્યે ઉપેક્ષા ઉચિત છે અને મૌન લેવું ઉચિત છે. પ૭૦ના શ્લોક :
श्रुत्वेति पित्रा संपूज्य, प्रहितोऽथ निमित्तवित् ।
गतेषु केषुचिज्जाता, दिनेषु च पितुर्मतिः ।।५७१।। શ્લોકાર્ચ -
આ પ્રમાણે સાંભળીને નૈમિત્તિકે કહ્યું એ પ્રમાણે સાંભળી, પૂજીને પિતા વડે હવે નૈમિત્તિક મોકલાવાયો, કેટલાક દિવસો ગયે છતે પિતાને મતિ થઈ. પ૭૧ll