________________
૨૩૨
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોક -
कदा स दातेति नृपेण भाषिते, जगावयं दापयिता यदा स्वयम् । विचारयन् कालपरिणतिप्रियाधियाऽथ पृष्ट्वा भगिनीं जनस्थितिम् ।।५६८।। स्वभावसंज्ञाय महत्तमाय च, प्रकाश्य चास्यैव सदाऽनुयायिनीम् । प्रसाद्य गूढां भवितव्यतां प्रियां,
स्ववर्गमुच्चैरनुगम्य कर्मराट् ।।५६९।। શ્લોકાર્ચ -
તે=શુભાશય, ક્યારે આપશે, એ પ્રમાણે રાજા વડે કહેવાય છd, આ નૈમિતક, બોલ્યો, જ્યારે કાલપરિણતિરૂપ પ્રિયાની બુદ્ધિ સાથે સ્વયં વિચાર કરતો, લોકસ્થિતિરૂપ બહેનને પૂછીને, સ્વભાવ સંજ્ઞાવાળા મહત્તમને પ્રકાશિત કરીને આની જ=નંદીવર્ધનની જ, સદા અનુસરનારી ગૂઢ એવી ભવિતવ્યતારૂપ પ્રિયાને પ્રસાદ કરીને, સ્વવર્ગનું અત્યંત અનુસરણ કરીનેઃકર્મોના અવાંતર ભેદોનું અત્યંત અનુસરણ કરીને કર્મરાજા આપનાર છે.
નૈમિત્તિક કહે છે જ્યારે નંદીવર્ધનનાં કર્મો તે પ્રકારનાં અલ્પ થશે ત્યારે દયાની પ્રાપ્તિને અનુકૂળ પરિણતિવાળાં તે કર્મો નંદીવર્ધનને દયા નામની કન્યા આપશે અને તે વખતે નંદીવર્ધનની કાલપરિણતિ પણ દયાની પ્રાપ્તિને અનુકૂલ હશે અને લોકસ્થિતિ પણ પોતાની મર્યાદાથી સદા પ્રવર્તે છે તે પણ નંદીવર્ધનના જીવને આશ્રયીને દયાની પરિણતિને અનુકૂળ હશે. વળી, નંદીવર્ધનનો પોતાનો સ્વભાવ પણ ત્યારે દયાની પરિણતિની પ્રાપ્તિને અનુકૂળ હશે. વળી, નંદીવર્ધનની ભવિતવ્યતા સદા નંદીવર્ધનને અનુસરનારી છે અને તે અત્યંત ગૂઢ છે તેથી ક્યારેક નંદીવર્ધનનું અહિત પણ કરે છે અને ક્યારેક હિત પણ કરે છે, તેવી ગૂઢ પણ ભવિતવ્યતા નંદીવર્ધનને દયાની પ્રાપ્તિને અનુકૂળ હશે અને નંદીવર્ધનનાં