________________
૨૩૧
ચતુર્થ સ્તબક/શ્લોક-પ-પ૬૭ જીવો પ્રત્યે પણ દયા કરે છે આથી સમ્યક્તનું અનુકંપા લિંગ છે. વળી, સમ્યગ્દષ્ટિ જીવોમાં અવિરતિ આપાદક કષાયો છે જેથી કષાયોને વશ આરંભસમારંભ કરે છે, પોતાના ભાવપ્રાણોનો પણ ક્યારેક નાશ કરે છે તો પણ એક અધિકરણની મર્યાદાને ઓળંગીને સમ્યગ્દષ્ટિ જીવમાં રહેલી દયા હિંસા સાથે વિરોધને ધારણ કરે છે; કેમ કે મિત્રની જેમ દયા અને હિંસા સમ્યગ્દષ્ટિના ચિત્તમાં સાથે રહેતી નથી પરંતુ હિંસાને સતત ક્ષીણ કરે છે. આથી જ સમ્યગ્દષ્ટિ જીવો સદા સાધુધર્મનું સ્મરણ કરીને પરમ દયાળુ થવા ઇચ્છે છે. વળી, જે જીવોને દયા પ્રકૃતિરૂપ સિદ્ધ થયેલી છે તેવા જીવો પાસે હિંસક જીવો પણ વરિતાનો ત્યાગ કરે છે. આપવા શ્લોક :
तदाह तातः परिणेष्यति प्रियां, कदा दयां तां वद नन्दिवर्धनः । निमित्तवित् प्राह यदा शुभाशयः,
प्रदास्यति प्राप्स्यति तामयं तदा ।।५६७।। શ્લોકાર્ચ -
ત્યારે શ્લોક-પપરથી અત્યાર સુધી નૈમિત્તિકે કહ્યું ત્યારે, પિતાએ કહ્યું. નંદીવર્ધન દયારૂપ તે પ્રિયાને ક્યારે પરણશે? તું કહે. નિમિત્તને જાણનાર કહે છે, જ્યારે શુભાશય આપશે ત્યારે આ=નંદીવર્ધન પ્રાપ્ત કરશે.
જ્યારે નંદીવર્ધનમાં પોતાના આત્માની અને જગતના જીવોની દયાને અનુકૂળ પરિણતિરૂપ શુભાશય પ્રગટશે તે જ શુભાશય તેને ક્રમસર દયારૂપી કન્યાને આપશે; કેમ કે જે જીવોને પોતાના આત્માને કષાયોથી રક્ષણ કરવાનો પરિણામ થાય છે એવા શુભાશયવાળા જીવો ભાવસાધુના ઉત્તમ ચિત્તનું નિત્ય સ્મરણ કરીને સદા સમિતિગુપ્તિની નિર્મળ પરિણતિવાળા થાય છે. ત્યારે ષકાયના પાલનની પરિણતિરૂપ દયા તેઓમાં પ્રગટ થાય છે. આપણા