________________
૨૩૦
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ કષાયથી બળે છે અને બીજાને દેહાદિની પીડા કરીને કે કષાય આદિ ઉત્પન્ન કરીને બાળે છે. વળી, દયાની પરિણતિ નિર્મળ જીવની પરિણતિ છે અને હિમ જેવી શીતળ પરિણતિ છે; કેમ કે દયાળુ સ્વભાવવાળા જીવોને આત્માની વીતરાગ અવસ્થામાં જ તત્ત્વ દેખાય છે તેથી પોતાના આત્માનું કષાયોથી રક્ષણ કરીને પોતાની દયા કરે છે અને બીજા જીવોનું પણ અહિત ન થાય તે પ્રકારની દયાની પરિણતિ ધારણ કરે છે, તેથી હિમ જેવા શીતલ હોય છે. ફક્ત તેવી દયા નિર્લેપ મુનિઓ જ ધારણ કરી શકે છે તોપણ સમ્યગ્દષ્ટિ જીવોને તેના પ્રત્યે તેવો બદ્ધરાગ હોય છે અને હિંસાની પરિણતિ પ્રત્યે દ્વેષભાવ હોય છે તેથી પોતાનામાં વર્તતા કષાયોના ક્લેશને ક્ષીણ કરવા સતત યત્ન કરે છે અને મુનિભાવને અનુકૂળ બળસંચય કરે છે તેથી હિંસા અને દયા વચ્ચે સદા વિરોધ છે. જેમ અગ્નિ અને પાણી=જેમ અગ્નિ અને પાણી સાથે પ્રાપ્ત થાય તો પાણી અગ્નિને બુઝાવે છે અને અગ્નિ પાણીને બાળે છે તેથી જે બળવાન હોય તે નિર્બળનો નાશ કરે છે તેમ જીવમાં અંશ અંશથી દયા પ્રગટે છે અને તે સાનુબંધવાળી હોય તો હિંસાનો નાશ કરે છે અને જીવમાં હિંસા પ્રગટે અને તે સાનુબંધવાળી હોય તો પ્રગટ થયેલી દયાનો પણ નાશ કરે છે. પપા શ્લોક :विरोधमैकाधिकरण्यमुद्रणामपि व्यतिक्रम्य बिभर्ति साऽनया । न वैरितां सिद्धदयावतां मिथो,
व्रजन्ति पार्श्वेऽपि हि हिंस्रजन्तवः ।।५६६।। શ્લોકાર્ધ :
એક અધિકરણની મર્યાદાને પણ ઓળંગીને તે દયા, આણીની સાથે=હિંસાની સાથે વિરોધને ધારણ કરે છે. સિદ્ધ દયાવાળા જીવોની પાસે પણ હિંસાવાળા જીવો પરસ્પર વેરિતાનો પામતા નથી.
સમ્યગ્દષ્ટિ આદિ જીવોમાં દયા અને હિંસા એક અધિકરણની મર્યાદાથી રહેલ છે; કેમ કે સમ્યગ્દષ્ટિ જીવો પોતાના આત્માની દયા કરે છે અને બીજા