________________
૨૨૮
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ જે જીવોમાં પકાયના પાલનના અધ્યવસાયની પરિણતિરૂપ સમભાવની પરિણતિ સ્કુરાયમાન થાય છે તે જીવોમાં વર્તતી સમભાવની પરિણતિમાં કોઈ અંગોના દોષો નથી પરંતુ સર્વ પ્રકારે દોષોથી રહિત છે. છતાં તેવી દયાવાળા જીવોને કામના દુષ્ટ વિકારો ક્યારેય પણ સ્પર્શતા નથી પરંતુ સતત નિર્વિકારી ચિત્તવૃત્તિ વર્તે છે. વળી, આ દયાની પરિણતિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને સર્વ પ્રકારની ક્ષયોપશમભાવની લબ્ધિઓ પ્રાપ્ત કરાવે છે તેથી અચિંત્ય શક્તિવાળી છે. જગતમાં અદ્ભુત એવી અણિમા, ગરિમાદિ લબ્ધિઓને લાવનારી છે. વળી, અતિચારથી રહિત હોવા છતાં સતત વીતરાગતાને અભિમુખ જનારી હોવાથી મોક્ષમાર્ગમાં સુપ્રસ્થિત છે. IvalI શ્લોક :
यदेष धीरः परिणेष्यति प्रियामिमां कुमारः कमनीयविग्रहः । विधाय वक्त्रं मलिनं किलान्तिकात्,
तदाऽस्य हिंसा स्वयमेव यास्यति ।।५६४।। શ્લોકાર્ચ -
જ્યારે આ ધીર, કમનીય શરીરવાળો કુમાર=નંદીવર્ધન, આ પ્રિયાને= દયાને, પરણશે, ત્યારે મુખ મલિન કરીને આના પાસેથી=નંદીવર્ધન પાસેથી, હિંસા સ્વયં જ ચાલી જશે.
જ્યારે નંદીવર્ધન પ્રશાંતતાની પુત્રી દયાને પરણશે ત્યારે સતત આત્માના નિરાકુળ સ્વભાવ માટે દૃઢ યત્ન કરશે ત્યારે તેના ચિત્તમાંથી સંપૂર્ણ હિંસા જશે અને સ્વ-પરના દ્રવ્યપ્રાણના અને ભાવપ્રાણના રક્ષણને અનુકૂળ અહિંસાની પરિણતિ સ્કુરાયમાન થશે. જો કે નંદીવર્ધન જે રીતે શિકારાદિ કરે છે તેવી હિંસા નહીં કરનારા જીવોમાં નંદીવર્ધન જેવી હિંસા નથી તોપણ પોતપોતાની ભૂમિકાનુસાર કષાયો કરે છે, આરંભ-સમારંભ કરે છે તેથી તેમાં હિંસાની પરિણતિ વર્તે છે. ફક્ત સમ્યગ્દષ્ટિ જીવો હિંસાને અધર્મરૂપે જાણે છે અને અહિંસાને ધર્મરૂપે જાણે છે તેથી સમ્યગ્દષ્ટિ જીવો પોતાના ભાવપ્રાણના રક્ષણના