________________
૨૨૭
ચતુર્થ સ્તબક/શ્લોક-પર-પ૬૩
अगण्यलावण्यसुधाऽस्य वर्ण्यतां,
कियत्यभेदानुभवं विना बुधैः ।।५६२।। શ્લોકાર્ચ -
અધર્મ અને ધર્મના અર્થના પરીક્ષણ નામના મનોજ્ઞ આણીના–દયાના, વિસ્તૃત ઊરુયુગલ છે. અભેદ અનુભવ વગર=દયાની પરિણતિ સાથે પોતાના અભેદ અનુભવ વગર, બુધ પુરુષો વડે આના દયાના, અગણ્યલાવણ્યરૂપી અમૃતનું કેટલું વર્ણન થઈ શકે ?–અભેદ અનુભવ વગર થઈ શકે નહીં.
જે જીવોમાં શુભાશય અને પ્રશાંતતાથી ષકાયના પાલનના અધ્યવસાયરૂપ દયાની પરિણતિ પ્રગટેલી છે તે જીવો સતત પારમાર્થિક ધર્મ શું છે અને પારમાર્થિક અધર્મ શું છે તેની નિપુણપ્રજ્ઞાથી પરીક્ષા કરતા હોય છે; કેમ કે અધર્મથી આત્માનું રક્ષણ કરીને ધર્મમાં યત્ન કરવામાં આવે તો સ્વ-પરની પારમાર્થિક દયા પ્રગટી શકે. વળી, જે બુધ પુરુષોને તેવી દયાની પરિણતિનો સ્વાનુભવ નથી તેઓ તે દયાના અગયેલાવણ્યના અમૃતનું વર્ણન કરવા સમર્થ થતા નથી. પરંતુ જેઓને તે દયાની પરિણતિ સ્વસંવેદન સિદ્ધ છે તેઓ જ તે દયા કેવી સુંદર પરિણતિવાળી છે તેના સ્વરૂપને જાણવા સમર્થ છે. આપણા શ્લોક :
सदाऽङ्गदोषैः परिवर्जिताऽप्यसावनगदुष्टा न कदापि वीक्ष्यते । अचिन्त्यशक्तिर्जगदद्भुतावहा,
गतातिचाराऽपि शिवाध्वधाविनी ।।५६३।। શ્લોકાર્ચ -
સદા અંગના દોષોથી પરિવર્જિત પણ આ=દયા, અનંગદુષ્ટ કામના વિકારોથી દુષ્ટ, ક્યારેય પણ જોવાતી નથી. અચિંત્યશક્તિવાળી જગતમાં અલ્કતને લાવનારી ગત અતિચારવાળી પણ મોક્ષમાર્ગમાં અખલિત જનારી છે.