________________
૨૨૬
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ તે દયા છે જીવનિકાયના જીવોને અભયદાન દેનારી દયા છે તેથી તેનું ઉત્તમ મુખ તેનું શોભાયમાન છે. વળી, વિવેક અને બોધ રૂપ તેનાં ચક્ષ-યુગલ છે, તેથી બાહ્ય પદાર્થોથી ભિન્ન નિરાકુળ આત્મા છે તેવો સૂક્ષ્મબોધ સતત તે દયાળુ જીવોને વર્તે છે, આથી જ સર્વત્ર અસંશ્લેષની પરિણતિમાં દૃઢ યત્ન કરીને તેવા મહાત્મા પોતાના આત્મામાં ભાવપ્રાણોનું રક્ષણ કરે છે અને નિમિત્તભાવથી સર્વ જીવોનું રક્ષણ કરે છે. પણ શ્લોક :
सुदानदुःखप्रणिघातसंज्ञितो, स्तनावमुष्या द्रढिमानमाश्रितौ । शमाभिधानं जघनस्थलं दम
स्थितिश्च नाभिस्तनुते जगन्मुदम् ।।५६१।। શ્લોકાર્ચ -
સુદાન અને દુઃખ પ્રણિઘાત સંજ્ઞાવાળા બે સ્તનો આણીના દયાના દઢ એવા દેહને આશ્રિત છે. શમ નામનું જઘનસ્થલ અને દમની સ્થિતિરૂપ નાભિ જગતના આનંદને વિસ્તારે છે.
જે જીવોમાં વિવેકયુક્ત દયાની પરિણતિ પ્રગટી છે તે જીવો જગતને સન્માર્ગનું સુદાન કરે છે અને જગતના જીવોનાં દુઃખોના નાશને કરે છે તે રૂપ દયાની પરિણતિના બે સ્તનો છે અને તેવા દયાળુ જીવો કષાયોના શમન માટે સદા યત્ન કરનારા છે તે દયાનું જઘનસ્થલ છે અને તેવા દયાળુ સ્વભાવવાળા મહાત્માઓ ઇન્દ્રિયોનું સદા દમન કરે છે તે દયાના નાભિસ્થાનરૂપ છે અને તેઓનું ઇન્દ્રિયોનું દમન જગતના જીવોને ઉપદ્રવને નહિ કરનાર હોવાથી આનંદને કરે છે; કેમ કે જેઓ ઇન્દ્રિયોનું દમન કરતા નથી તેઓ જગત માટે ઉપદ્રવ રૂપ છે. આપના શ્લોક :
अधर्मधर्मार्थपरीक्षणाभिधं, मनोज्ञमस्यास्ततमूरुयामलम् ।