________________
૨૨૪
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ અંતરંગ સંપત્તિ દેખાતી નથી તેને જ બાહ્ય સંપત્તિ પોતાની દેખાય છે અને તેના નાશનો ભય વર્તે છે. પરંતુ પ્રશાંતવાહિતાવાળા મહાત્માને પોતાની સિદ્ધ તુલ્ય નિરાકુળ ચેતના દેખાય છે તેની પ્રાપ્તિ માટે જ સતત યત્ન કરે છે તેથી તેવા મહાત્માઓને ભય પ્રાપ્ત થતો નથી. વળી, તેવા મહાત્માઓમાં આત્માને ઠગવારૂપ શઠત્વ વર્તતું નથી જ તેથી આત્માને જિનવચનથી સમ્યગ્ નિયંત્રિત કરવા માટે અમાયાપૂર્વક પ્રયત્ન કરે છે. વળી, તેવા મહાત્માઓને ગુણોનો અત્યંત રાગ વર્તે છે તેથી કોઈના ગુણોને જોઈને મત્સરભાવ થતો નથી, બાહ્ય સમૃદ્ધિને સમૃદ્ધિરૂપે જોનારા નથી, અંતરંગ સમૃદ્ધિને સમૃદ્ધિરૂપે જોનારા છે તેથી બાહ્ય સમૃદ્ધિના નાશમાં તેઓને વિશાદ થતો નથી. વળી, તેવા મહાત્માઓને પરપંચાત કરવા સ્વરૂપ પૈશુન્યની પરિણતિ વર્તતી નથી. આત્માના પારમાર્થિક સ્વરૂપનો વિપર્યાસ વર્તતો નથી, કષાયોને વશ વચનપ્રયોગ કરવારૂપ અનૃત વર્તતું નથી. ૫૫૭ના
શ્લોક ઃ
दयाऽभिधाऽस्या दुहिता हितावहा,
महाव्रतादिस्वकबन्धुसन्ततेः । जयत्यविद्यावनवह्निसन्निभाऽ
नवद्यविद्याम्बुनिधौ विधुप्रभा । । ५५८ ।।
શ્લોકાર્થ ઃ
આની=પ્રશાંતતાની, મહાવ્રતાદિ પોતાના બંધુ સંતતિના હિતને કરનારી અવિદ્યારૂપી વન માટે અગ્નિ જેવી અનવધ વિધારૂપી સમુદ્રમાં ચંદ્રની પ્રભારૂપ દયા નામની પુત્રી જય પામે છે.
જીવમાં શુભાશય પ્રગટે છે ત્યારપછી શ્રુતઅધ્યયનના બળથી પ્રશાંતતા પ્રગટે છે, તેના બળથી જીવમાં પોતાના આત્માની અને સર્વ જીવોની દયા વર્તે છે તેથી પોતાને કે અન્યને પીડા ન કરે, કષાયોના ઉદ્રેકની વિડંબના ન કરે તેવી નિર્મળ પરિણતિ વર્તે છે જે દયાના મહાવ્રતાદિરૂપ બંધુઓ છે. તે દયા જીવના હિતને કરનારી છે; કેમ કે દયાના પ્રભાવથી મહાવ્રતાદિ પારમાર્થિક સ્વરૂપને સ્પર્શે છે. વળી, તે દયા આત્મામાં પોતાના અજ્ઞાનરૂપ જે અવિદ્યા છે તેને નાશ કરવા માટે અગ્નિતુલ્ય છે. વળી, નિષ્પાપ એવો જે આત્મામાં વિદ્યારૂપી સમુદ્ર