________________
૨૨૨
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ પરિહાર અર્થે ચાતુર્માસમાં વિહાર કર્યો. વળી જે જીવોનું ચિત્ત પ્રશમ ભાવવાળું નથી તેઓની ક્રિયા કલ્યાણના કારણરૂપ ફળવાળી થતી નથી. આથી જ સત્ ક્રિયાઓને ફલવાન કરવા માટે પ્રશાંતતા આવશ્યક છે અને સત્ ક્રિયાઓથી તે જ પ્રશાંતતા અતિશય થઈને વિશેષ ફળ આપે છે. પપઝા શ્લોક -
इयं हि लक्ष्मीः पुरुषोत्तमोचिता, श्रुताम्बुराशेर्मथनात् किलोत्थिता । न सङ्गमस्यास्तदुपैत्यभाग्यभृत्,
क्व हारहूरारतिभाक् क्रमेलकः ।।५५५।। શ્લોકાર્ચ -
મૃતરૂપી સમુદ્રના મંથનથી ખરેખર ઊઠેલી આ=પ્રશાંતતા, પુરુષોત્તમને ઉચિત લક્ષ્મી છે. તે કારણથી અભાગ્યવાળો પુરુષ આના=પ્રશાંતતાના, સંગને પામતો નથી, ઊંટ દ્રાક્ષની રતિને ભજનારો કયાંથી થાય?
મહાત્માઓ ભગવાને બતાવેલા શ્રતરૂપી સમુદ્રનું મંથન કરીને પ્રશાંતતાને પ્રાપ્ત કરે છે. માત્ર શ્રુતઅધ્યયનથી પ્રશાંતતાને પ્રાપ્ત કરી શકતા નથી અને જે પુરુષો ક્લિષ્ટ કર્મના ઉપશમવાળા છે તેવા પુરુષોત્તમને કષાયોના ઉપશમરૂપ પ્રશાંતતા પ્રાપ્ત થાય છે તેથી ભાગ્યહીન જીવો ક્વચિત્ શ્રુતઅધ્યયન કરે, સંયમ ગ્રહણ કરે, બાહ્ય ધર્મ અનુષ્ઠાન સેવે તોપણ પ્રશાંતતાના સંગને પ્રાપ્ત કરી શકતા નથી. જેમ ઊંટને દ્રાક્ષમાં રતિ ક્યારેય થતી નથી તેમ વિશેષ પ્રકારના ગુણસંપત્તિ વગરના જીવોને પ્રશાંતતા ક્યારેય પ્રાપ્ત થતી નથી. પપપપ શ્લોક :
इमां विना संसृतिपारदायिनो, न लोकलोकोत्तरशास्त्रविभ्रमाः । कलां विना किं करनर्तनश्रमाः, सुशिक्षितां नृत्यरहस्यपारदाः ।।५५६।।