________________
૧૮૬
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોકાર્ચ -
તેથી લજ્જાગુણને કારણે મારા વડે કોઈક રીતે દષ્ટિ આકૃષ્ટ કરાઈ. વળી, લાવણ્યની દીધિંકા એવી તેણીમાં કનકમંજરીમાં, મારું મન રહ્યું.
નંદીવર્ધનનું મન કંઈક લજ્જાવાળું થયું તે સાત્વિક માનસ છે છતાં તેણીના રૂપમાં જ મન રાખે છે તે નિઃસત્ત્વ માનસ પણ છે. II૪૨૮ શ્લોક -
अथ प्राप्तो निजावासं, क्रिया चक्रे दिनोचिता । निशायां तद्विकल्पौघैः, शून्यचित्त इवाभवम् ।।४२९।। શ્લોકાર્ય :
હવે નિજઆવાસને પ્રાપ્ત થયો. દિવસને ઉચિત ક્રિયા મેં કરી. રાત્રિમાં તેના વિકલ્પોના સમૂહથી-કનકમંજરીના વિકલ્પોના સમૂહથી, શૂન્ય ચિત્તની જેમ હું થયો નંદીવર્ધન થયો. II૪ર૯ll શ્લોક :
तदद्वैतोपनिषदः, स्मरो मां यदपीपठत् । विना तदाशां तेनाशाः, सर्वाः शून्या मयेक्षिताः ।।४३०।। શ્લોકાર્થ :
જે કારણથી તેની સાથે અદ્વૈતના ઉપનિષદરૂપ કામે કનકમંજરી સાથે અદ્વૈતના ઉપનિષદરૂપ કામની પરિણતિએ મને પાઠ ભણાવ્યો. શું પાઠ ભણાવ્યો ? તે સ્પષ્ટ કરે છે – તેના કારણે=કામના પાઠને કારણે, તેની આશા વગર કનકમંજરીની આશા વગર, મારા વડે= નંદીવર્ધન વડે, સ્વસ્ત્રીઓ શૂન્ય દેખાઈ.
નંદીવર્ધનને કનકમંજરી સાથે અદ્વૈત પરિણતિ કરાવે તેવો કામ ઉત્પન્ન થયો. તેથી રત્નવતી પોતાની પાસે હતી તોપણ કનકમંજરી વગર સર્વ સ્ત્રીઓ તેને શુન્ય દેખાય છે. I૪૩૦માં