________________
૨૦૯
ચતુર્થ સ્તબક/શ્લોક-પ૧૨-૫૧૩-પ૧૪ બ્લોક -
इत्यस्य दुष्टसंसर्गाद्, गुणवत्ताऽपि निष्फला ।
पुष्पवत्तेव नो याति, श्लाघ्यतामवकेशिनः ।।५१२।। શ્લોકાર્ચ -
એથી દુષ્ટના સંસર્ગથી આની=નંદીવર્ધનની, નિષ્ફળ એવી ગુણવત્તા પણ અવકેશી વૃક્ષની પુષ્પવત્તાની જેમ ગ્લાધ્યતાને પામતી નથી.
અવકેશી વૃક્ષ પુષ્પોથી ભરેલું બને છે તો પણ તેમાં ફળ આવતું નથી તેથી નિષ્ફળ છે તેમ નંદીવર્ધનના ગુણો પણ દુષ્ટના સંસર્ગથી સુંદર ફળવાળા નહીં હોવાથી નિષ્ફળ છે. આપણા શ્લોક :
नृपतिः प्राह यद्येवं, श्रेयांस्त्यागस्ततस्तयोः ।
स्वीयोऽपि मलवत्त्याज्यः, स्वमालिन्यकरो हि यः ।।५१३।। શ્લોકાર્ચ -
રાજા કહે છે, જો આ પ્રમાણે છે, તો સ્વમાલિચને કરનાર જે સ્વીય પણ મલ જેમ ત્યાજ્ય છે તેમ તે બેનો ત્યાગ શ્રેય છે.
નંદીવર્ધનના હિંસા અને વૈશ્વાનર સ્વીય હોવા છતાં જેમ પોતાનો મત સ્વીય છે તોપણ ત્યાજ્ય છે; કેમ કે મલિન કરનાર છે તેમ મલિન કરનારા એવા હિંસા અને વૈશ્વાનર ત્યાજ્ય છે. પ૧૩. શ્લોક :
अनेन वचसा बाढं, हुताशेनेव सर्पिषा ।
मया प्रज्ज्वलितेनाग्रे, तयोर्धगधगायितम् ।।५१४।। શ્લોકાર્થ :
જેમ ઘીથી અગ્નિ તેમ આ વચનથી અત્યંત પ્રજ્વલિત એવા મારા વડે તે બંને આગળ-કનકચૂડ અને કનકશેખરની આગળ, લાલચોળ થવાયું. પ૧૪ll