________________
ચતુર્થ સ્તબક/શ્લોક-૫૪૮-૫૪૯-૫૫૦
શ્લોક ઃ
तातोऽथ प्राह विदुर ! कुमारस्य न युज्यते ।
मृगयाव्यसनं पापमस्मद्वंश्यैरनादृतम् ।।५४८ ।।
૨૧૯
શ્લોકાર્થ :
હવે તાત કહે છે. હે વિદુર ! અમારા વંશજો વડે નહીં સ્વીકારાયેલા પાપરૂપ શિકારનું વ્યસન કુમારને ઘટતું નથી. ।।૫૪૮।।
શ્લોક ઃ
भार्याऽपसार्या हिंसेयं, तत् कुमारस्य पापभूः । विदुरः प्राह सा वैश्वानरवन्निरुपक्रमा । । ५४९।। શ્લોકાર્થ ઃ
તે કારણથી=અમારા વંશજોએ હિંસા કરી નથી તે કારણથી, કુમારની પાપની ભૂમિ આ હિંસા ભાર્યા દૂર કરવા યોગ્ય છે. વિદુર કહે છે. વૈશ્વાનરની જેમ તે=હિંસા નિરુપક્રમવાળી છે.
કુમારને જેમ વૈશ્વાનર પ્રત્યે અત્યંત પ્રતિબંધ છે તેમ હિંસા પ્રત્યે પણ અત્યંત પ્રતિબંધ છે તેથી પ્રયત્નથી તેનું વારણ શક્ય નથી એ પ્રમાણે વિદુર કહે છે. ||૫૪૯॥
શ્લોક ઃ
अथवा श्रूयते जैनः, पुरेऽत्र पुनरागतः ।
नैमित्तिकः स एवात्र, प्रष्टव्योऽर्थे रहस्यवित् ।। ५५० ।। શ્લોકાર્થ :
અથવા આ નગરમાં ફરી આવેલ જૈન નૈમિત્તિક સંભળાય છે. આ અર્થમાં રહસ્યને જાણનાર તે જ પ્રષ્ટવ્ય છે=જૈન નૈમિત્તિક પ્રષ્ટવ્ય છે. I૫૫૦II