________________
૧૦૫
ચતુર્થ સ્તબક/શ્લોક-૨૦૬-૨૦૭ શ્લોક :
चमत्कृतो मध्यमधीरपीदं, श्रुत्वा स्म बालस्तु न वेद किञ्चित् । दत्तैकदृष्टिर्मनुजेशपत्न्या
माचार्यवाक्यश्रुतिविस्मितायाम् ।।२०६।। શ્લોકાર્ચ -
આ સાંભળીને મધ્યમબુદ્ધિ પણ ચમત્કારવાળો થયો. આચાર્યના વાક્યને સાંભળવાથી વિસ્મિત થયેલી એવી રાજાની પત્નીમાં દત્ત એક દષ્ટિવાળો બાલ વળી કંઈ જાણતો નથી.
મનીષીના વચનથી મધ્યમબુદ્ધિને પણ કંઈક નિપુણ માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટ થઈ તેથી આચાર્યના વચનના પરમાર્થને સાંભળીને તે પણ ભાવિત થયો, જ્યારે બાલને સ્પર્શનનો વિકાર જ ઉત્કટ હતો તેથી મન્મથકંદલીને જ જોવામાં વ્યાપારવાળો હતો, અને તે રાણી પણ આચાર્યના વાક્યના પરમાર્થને જાણીને કંઈક તત્ત્વને સ્પર્શે છે એથી તેનાં પણ તત્ત્વનાં બાધક કર્મો સોપક્રમ હતાં તેથી તે રાણી પણ ભાવિત થઈ જ્યારે બાલનાં ક્લિષ્ટ કર્મો તત્ત્વનો બોધ કરવામાં અત્યંત બાધક હતાં. તેથી કંઈ જાણતો નથી. ૨૦૧ાા શ્લોક :
स्मिताम्बुपूरे घनकेशपाशध्वान्ते च मग्नं स्तनपर्वतेऽस्याः । भग्नं च भिनं च कटाक्षबाणै
मनोऽस्य पर्याकुलतां जगाम ।।२०७।। શ્લોકાર્ચ -
આનું બાલનું, મન, આના મન્મથકંદલીના મિતરૂપ પાણીના પૂરમાં, અને ઘનકેશપાશરૂપ અંધકારમાં મગ્ન થયું, અને સ્તનરૂપી પર્વતમાં ભગ્ન થયું અને કટાક્ષરૂપી બાણોથી ભેદાયેલું પર્યાકુલતાને પામ્યું. ૨૦૭ી