________________
૧૧૮
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
શ્લોક :
अयं खलु स्पर्शननामधेयो, दुष्टो रिपुर्गात्रमनुप्रविश्य । माताऽशुभालिश्च यदेनमित्थ
मनाटयत् तत्र किमस्तु चित्रम् ।।२३२।। શ્લોકાર્ચ -
દેહમાં અનુપ્રવેશીને ખરેખર પર્સન નામવાળો આ દુષ્ટ શત્રુ છે, અને જે કારણથી આને=બાલને, અશુભાલિ માતા આ રીતે=બાલે ચેષ્ટા કરી એ રીતે, નચાવે છે, ત્યાં શું આશ્ચર્ય થાય ?
બાલના શરીરમાં સ્પર્શનનો વિકાર ઊઠ્યો જે દુષ્ટ શત્રુ છે અને બાલનાં અશુભકર્મોની હારમાળા છે તે બાલના શરીરમાં સ્પર્શનને પ્રવેશ કરાવીને આ રીતે નચાવે છે, તેથી કર્મકૃત્ આ નાટકમાં શું આશ્ચર્ય છે? ll૨૩રા શ્લોક -
महात्मनोऽप्येति न संनिधानात्, स्वकर्म शान्तिं निरुपक्रमं च । जिनेऽपि बध्नन्ति न किं कुतीर्थ्याः,
सिद्धेन्द्रजालादिविकल्पमालाम् ।।२३३।। શ્લોકાર્થ:
અને મહાત્માના પણ સંનિધાનથી નિરુપક્રમ સ્વકર્મ શાંતિને પામતો નથી. જિનેન્દ્રોમાં પણ કુતીર્થિકો સિક્કેન્દ્ર જાલાદિ વિકલ્પમાલાને શું બાંધતા નથી.
ગુરુના સન્નિધાનમાં પણ બાલમાં વર્તતું નિરુપક્રમ ક્લિષ્ટ કર્મ શાંતિને પામતું નથી, આથી જ તીર્થકરોની દેશનામાં કુતીર્થિકો આ ભગવાન સિન્દ્ર જાલી છે ઇત્યાદિ વિકલ્પમાલા કરે છે તે તેઓનું નિરુપક્રમ વિપર્યાય આપાદક ક્લિષ્ટ કર્મનું જ ફળ છે. ll૨૩૩