________________
૧૬ર
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ જેમ ભૂંડણ વિષ્ટામાં મોટું નાંખે તેમ તે જીવો પાપકર્મમાં જ રત રહે છે અને ભૂંડણ પ્રત્યે જેમ શૂકરને રુચિ હોય છે તેમ શૂકર જેવા દુરભિસંધિને તે નિષ્કરુણતા પ્રિય લાગે છે. l૩૪ll શ્લોક :
तत्सुताऽस्ति विकटस्फुटरूपा, कालकूटपुटसंघटितेव । तत्पुरस्य च पितुश्च जनन्या,
वृद्धिकृत् स्वजननादपि हिंसा ।।३५०।। શ્લોકાર્ચ -
વિકટ ફુટ રૂપવાળી, જાણે કાલકૂટના પુટથી ઘડાયેલી, પોતાના જન્મથી પણ તે નગરની, પિતાની અને જનનીની વૃદ્ધિ કરનારી હિંસા તેની પુત્રી છે નિષ્કરુણતાની પુત્રી છે.
જ્યારે જીવમાં હિંસાની પરિણતિ પ્રગટે છે ત્યારે રૌદ્રચિત્ત, દુરભિસંધિ, નિષ્કરુણા વૃદ્ધિને પામે છે. ૩૫ગી શ્લોક :
नाममात्रकलनादपि तस्यास्त्रासमेति जनता घनतापा । स्याच्च दिक्षु निहितातुरनेत्र
स्तामुदीक्ष्य भुवि को न विविक्षुः ।।३५१।। શ્લોકાર્ચ -
તેણીના=હિંસાના, નામ માત્રને જાણવાથી પણ ઘનતાપવાળી જનતા ત્રાસને પામે છે, તેણીને જોઈને=હિંસાને જોઈને, દિશાઓમાં સ્થાપન કરાયેલા આતુર નેત્રવાળો કોણ પૃથ્વીમાં પ્રવેશવાની ઈચ્છાવાળો ન થાય.
કોઈ રૌદ્રચિત્તવાળો પુરુષ હિંસા કરે છે તે અહીં છે તેટલું નામ માત્ર પણ હિંસાનું જાણવાથી લોકો ઘનતાપવાળા થાય છે અને ત્રાસને પામે છે. વળી,