________________
૧૬૬
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ ત્યાં=રોદ્રચિત નગરમાં, ગયો. તેણીને=હિંસાને, પરણીને સ્વસૈન્યમાં આવ્યો.
નંદીવર્ધનમાં વર્તતો ગુસ્સાનો પરિણામ તેને અંતરંગ રીતે રૌદ્રચિત્ત ઉત્પન્ન કરવા પ્રેરણા કરે છે અને રૌદ્રચિત્ત થયા પછી દુરભિસંધિ કરીને હિંસાની પરિણતિને પ્રગટ કરવા નંદીવર્ધન યત્ન કરે છે અને હિંસાની પરિણતિથી યુક્ત બાહ્ય સ્વસૈન્યમાં તે માનસના ઉપયોગરૂપે આવે છે.
રૌદ્રચિત્તમાં માનસના ઉપયોગથી નંદીવર્ધન ગયેલ, કાયાથી ત્યારે પણ તે સ્વસૈન્યમાં જ હતો અને હિંસાને પરણીને માનસના ઉપયોગરૂપે સ્વસૈન્યમાં આવે છે. ઉપલા શ્લોક :
अथ गच्छन्नहं हिंसावैश्वानरयुतः पथि ।
दीप्तो दंष्ट्रामहाफालकराल इव केसरी ।।३५८।। શ્લોકાર્ચ -
હવે, માર્ગમાં હિંસા અને વૈશ્વાનરથી યુક્ત જતો એવો હું દાઢાઓના મહાકાલથી વિકરાળ એવા સિંહની જેમ દીપ્ત થયો.
જેમ સિંહ પ્રાણીઓની હિંસામાં તત્પર હોય ત્યારે મુખના દાઢાઓના મહાફાલથી વિકરાળ દેખાય છે તેવો નંદીવર્ધન પણ પથમાં જતો હિંસા અને વૈશ્વાનરથી યુક્ત વિકરાળ દેખાતો હતો. ll૩૫૮ શ્લોક :
अथ वैश्वानरः प्राह, कृतकृत्योऽस्म्यहं सखे ।
कीर्तिप्रासादमारूढो, योग्यां योग्येन योजयन् ।।३५९।। શ્લોકાર્ચ -
હવે વૈશ્વાનર કહે છે, હે મિત્ર હું કૃતકૃત્ય છું, યોગ્ય એવી હિંસાને યોગ્ય એવા નંદીવર્ધન સાથે યોજન કરતો કીર્તિના પ્રાસાદ ઉપરમહેલ ઉપર, આરૂઢ છું.