________________
૧૧૭
ચતુર્થ સ્તબક/શ્લોક-૨૩૦-૨૩૧ બ્લોક :
नष्टुं प्रवृत्तः शिथिलाङ्गसन्धिभूमौ स निर्भग्नगतिः पपात । द्राक् स्पर्शनोऽगाच्च बहिस्तदङ्गा
निरीय गुर्वाश्रितसत्प्रदेशात् ।।२३०।। શ્લોકાર્ચ -
નાસવા માટે પ્રવૃત્ત થયો, શિથિલ અંગની સંધિવાળો નિર્ભગ્ન ગતિવાળો તે=બાલ, ભૂમિમાં પડ્યો. ગુરુ આશ્રિત સત્ પ્રદેશથી નીકળીને સ્પર્શ તેના અંગથી શીધ્ર બહાર ગયો.
દૈન્યથી બાલ નાસવા માટે જાય છે, અને ભયને કારણે શરીરના અંગો શિથિલ થવાથી ભૂમિમાં પડે છે. તે વખતે સ્પર્શનનો અધ્યવસાય જે બાલના ચિત્તમાં હતો તે ગુરુ આશ્રિત સત્ પ્રદેશથી નીકળીને બહારમાં રહે છે=બાલના ચિત્તમાં સ્પર્શનનો અધ્યવસાય વ્યક્ત થતો નથી. ૨૩ણા શ્લોક :
शान्तोऽथ पप्रच्छ गुरुं महीशः, केयं प्रवृत्तिर्भगवन्नवाच्या । स प्राह वैगुण्यममुष्य नैतद्,
बहिःस्थितस्यैव तु पापमूर्तेः ।।२३१।। શ્લોકાર્ચ -
હવે શાંત થયેલો રાજા ગુરુને પૂછે છે, હે ભગવન્! અવાચ્ય એવી આ પ્રવૃતિ કઈ છે ?=ભરસભાની વયમાં મર્યાદા રહિત આ રીતે બાલ મન્મથકંદલી સન્મુખ દોડ્યો એ પ્રવૃત્તિ કઈ છે? તેમણે ગુરુએ, કહ્યું. આ વૈગુણ્યકબાલની અનુચિત પ્રવૃત્તિ રૂપ વૈગુણ્ય, આનું નથી=બાલનું નથી, પરંતુ બહારમાં રહેલા જ વળી પાપમૂર્તિનું છે=બાલના શરીરમાંથી નીકળીને સ્પર્શનનો વિકાર જે બાલમાં રહેલો છે તેનું આ વૈગુણ્ય છે. ll૨૩૧II