________________
૧૩૨
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ મનીષીને સંયમનો પરિણામ પ્રાપ્ત થયો, જ્યારે બાલને તેવું અકાર્ય કરાવે તેવો પરિણામ પ્રાપ્ત થયો, તેમાં સ્વવિલાસ નામનું ચૈત્ય જ કારણ છે તે તે જીવનો વિલાસ જ તેમાં કારણ છે. ર૬ના શ્લોક :
विधाप्यमानं विषयानुषगं, मनीषिणो मन्त्रिवरोऽथ मत्वा । जगाद राजानमुदारबुद्धिः,
દસ્તાવાર્થ ન નરેન્દ્ર ! યુ: સારદ્રા શ્લોકાર્ધ :
હવે મનીષીના વિષયના અનુષંગને કરતા એવા રાજાને જાણીને ઉદાબુદ્ધિવાળા એવા મંત્રીએ કહ્યું. હેનરેન્દ્ર !તારો આ સ્નેહ યુક્ત નથી.
મનીષીના અસંગભાવવાળા ચિત્તને જોઈને રાજાને તેના પ્રત્યે અત્યંત રાગ થાય છે જેથી તેનો વિરહ સહન કરવા રાજા સમર્થ નથી. તેથી વિષયો પ્રત્યે મનીષી લાલસાવાળો થાય તો ગૃહવાસમાં પોતાની સાથે રહે એમ માનીને રાજા મનીષીને ભોગપર કરવા યત્ન કરે છે, ત્યારે તત્ત્વને જાણવામાં ઉદારબુદ્ધિવાળો એવો મંત્રીશ્વર રાજાને કહે છે, તમારો મનીષી ઉપરનો આ સ્નેહ યુક્ત નથી. ૨૬શા શ્લોક :
प्रशस्तरागोऽपि परार्थभङ्गप्रसङ्गतोऽनर्थविधायकः स्यात् । सच्छायवृक्षोऽपि कृशानुदग्धः,
करोति किं नेह वनस्य दाहम् ।।२६३।। શ્લોકાર્ચ -
પ્રશસ્ત રાગ પણ પરાર્થના=મનીષીના પ્રયોજનના, ભંગના પ્રસંગથી અનર્થને કરનાર થાય, અગ્નિથી બળેલું ઘટાદાર વૃક્ષ પણ શું અહીં= સંસારમાં, વનના દાહને કરતું નથી ?