________________
ચતુર્થ સ્તબક,બ્લોક-૨૭૫-૨૭૦-૨૭૭
૧૩૯ મારા વડે કહેવાયું નંદીવર્ધન વડે કહેવાયું, મને કોઈ પણ=ખલ મિત્રનો પણ, સંગ નથી. | વિદુરે કહ્યું કે તને ખલમિત્રનો સંગ ન થાઓ તે સાંભળીને નંદીવર્ધનના ચિત્તમાં વર્તતો વૈશ્વાનરનો પરિણામ કંઈક ઉલ્લસિત થયો. તેથી નંદીવર્ધને કહ્યું મને કોઈ પણ ખલનો સંગ નથી. ર૭પા. શ્લોક :
प्रविश्य कर्णेऽथ स मां बभाषे, वैश्वानरोऽप्यस्ति खलस्वभावः । परीक्षणीयस्तदसौ विशिष्य,
मा भूदितोऽनर्थपरंपरेति ।।२७६।। શ્લોકાર્ચ -
હવે કર્ણમાં પ્રવેશ કરીને તેણે=વિદુરે, મને કહ્યું, વૈશ્વાનર પણ ખલ સ્વભાવવાળો છે, તે કારણથી આ વૈશ્વાનર, વિશેષ કરીને પરીક્ષા કરવા યોગ્ય છે, આનાથી વૈશ્વાનરથી, અનર્થની પરંપરા ન થાઓ, એ હેતુથી પરીક્ષા કરવાયોગ્ય છે એમ અન્વય છે. ર૭૬ll શ્લોક :
तैर्दूयमानो वचनैस्तदानीं, वैश्वानरेण स्फुटमीक्षितोऽहम् । तत्संज्ञया क्रूरमनःप्रणीतां,
भुक्त्वा गुटीं भूतवदुत्थितो द्राक् ।।२७७।। શ્લોકાર્ચ - તે વચનોથી-વિદુરનાં તે વચનોથી, દુભાતો હું ત્યારે વૈશ્વાનરથી સ્પષ્ટ જોવાયો, તેની સંજ્ઞાથી ક્રમનથી બનાવાયેલી ગુટીને ખાઈને શીઘ ભૂતની જેમ ઉસ્થિત થયો.