________________
૧૩૭
ચતુર્થ સ્તબક/શ્લોક-૨૭૨-૨૭૩
स्फुटं द्वयं तत्खलु मध्यबुद्धौ,
विमृश्य यच्चारु तदेव कार्यम् ।।२७२।। શ્લોકાર્ચ -
ગુણને લાવનારો સજ્જનનો સંગમ થાય, અને ખલનો સંગમ અનર્થનો હેતુ થાય, મધ્યમબુદ્ધિમાં તે બે સ્પષ્ટ છે. વિમર્શ કરીને જે સુંદર છે તે જ કરવું જોઈએ.
ગુરુએ બાલ, મધ્યમ અને મનીષીના પ્રસંગને સામે રાખીને દીક્ષા લીધેલા સર્વને તીવ્ર સંવેગ ઉત્પન્ન કરાવવા અર્થે કહ્યું કે બાલજીવો ઇન્દ્રિયોને પરવશ થાય છે, તેવું આચરણ બુદ્ધિમાન પુરુષોએ કરવું જોઈએ નહીં, પરંતુ જેમ મનીષીએ સ્પર્શનની મૂલશુદ્ધિ કરીને પોતાના ચિત્તનું રક્ષણ કર્યું તેનું પરિશીલન કરવું જોઈએ જેથી નિર્વિકારી માનસની પ્રાપ્તિ થાય. વળી, મનીષીના વાક્યથી પ્રવૃત્તિ કરનારા મધ્યમબુદ્ધિઓ પણ મનીષી જેવા થાય છે. માટે મનીષીના આચારોનું સદા પરિશીલન કરવું જોઈએ, અને અંતરંગ સ્પર્શનાદિ પાપમિત્રો સાથે સંગ કરવો જોઈએ નહીં; કેમ કે તેના સંગથી જ બાલ મૃત્યુને પામ્યો અને પાપમિત્રના ત્યાગમાં તત્પર મનીષી વર્તમાનમાં સુખને પામ્યો, ધર્મને પામ્યો અને લોકમાં ઉત્તમ પુરુષના યશને પામ્યો. વળી, આ મધ્યમબુદ્ધિને મનીષીનો સંગ ગુણને લાવનારો થયો અને બાલનો સંગ અનર્થનો હેતુ થયો તે સ્પષ્ટ છે તેનો વિચાર કરીને સદા સજ્જનનો સંગ સેવવો જોઈએ. ૨૭શા શ્લોક :
एतां समाकर्ण्य मुनीन्द्रवाचं, बुद्धास्तदानीं बहवो मनुष्याः । क्रमाद् ययौ मोक्षपदं मनीषी,
दिवं परे मध्यमबुद्धयश्च ।।२७३।। શ્લોકા :આ મુનીન્દ્રના વચનને સાંભળીને=આચાર્યના અનુશાસનને