________________
ચતુર્થ સ્તબક/શ્લોક-૨૬૭-૨૬૮-૨૬૯
શ્લોકાર્થ ઃ
તે પ્રકારના અત્યંત મનના સંગથી=અસંગભાવ તરફ જતા તે પ્રકારના શ્રેષ્ઠ મનના સંગથી, દીપ્ત એવા આનું=મનીષીનું, અંતરંગ શરીર અત્યંત દીપવા લાગ્યું, જે પ્રમાણે સૂર્યની પ્રભાથી આચ્છાદિત તારાના જેવો (તેની) આગળ રહેલા રાજાનો સમૂહ જોવાયો. II૨૬૭ના
શ્લોક ઃ
विलीनमोहोऽथ नृपस्तदीयगुणप्रकर्षे बहुमानभावात् ।
अभ्युत्थितः संयममाशु लातुं, तथैव देवी च सुबुद्धिमन्त्री ।। २६८ ।।
૧૩૫
શ્લોકાર્થ :
હવે તેના સંબંધી=મનીષીના સંબંધી, ગુણના પ્રકર્ષમાં બહુમાન ભાવ હોવાને કારણે વિલીન મોહવાળો રાજા=સંસારના સંગમાં રહેવાની બુદ્ધિ નાશ થઈ છે જેને એવો રાજા, શીઘ્ર સંયમ લેવા માટે ઉત્થિત થયો, તે પ્રકારે જ દેવી અને સુબુદ્ધિમંત્રી, ઉત્થિત થયા. II૨૬૮।।
શ્લોક ઃ
तान्
दीक्षयामास गुरुः सहर्षान्,
प्रसद्य सर्वानपि शास्त्रनीत्या ।
ददौ च तेषामनुशिष्टिमुच्चैः, संवेगवल्लीवनवारिधाराम् ।। २६९ ।।
શ્લોકાર્થ :
હર્ષવાળા પણ તે સર્વેને શાસ્ત્રનીતિથી પ્રસાદ કરીને ગુરુએ દીક્ષા આપી, અને તેઓને સંવેગરૂપી વેલડીના વનને માટે મેઘધારા જેવી અત્યંત અનુશિષ્ટિ આપી.