________________
ચતુર્થ સ્તબક/શ્લોક-૨૬૩-૨૪-૨૫
૧૩૩ રાજાને મનીષીના અસંગભાવ પ્રત્યે જે રાગ છે તે પ્રશસ્ત રાગ છે અને તેનાથી જ પ્રેરાઈને રાજા વિચારે છે કે જો મનીષી કેટલોક કાળ અહીં રહે તો તેના સાન્નિધ્યથી મારામાં પણ તેવો અસંગભાવ પ્રગટે. આ પ્રકારનો રાજાનો પ્રશસ્ત રાગ હોવા છતાં પણ મનીષીના સંયમગ્રહણ દ્વારા જે વિશિષ્ટ અસંગભાવ મનીષીને પ્રાપ્ત થશે તેના ભંગને કરનાર રાજાનો મનીષીને ગૃહવાસમાં રહેવાનો આગ્રહ છે તેથી અનર્થને કરનાર છે. જેમ ઘટાદાર વૃક્ષ સુંદર હોય તોપણ અગ્નિથી બળેલું વનના વિનાશનું કારણ બને છે તેમ રાજાનો પોતાનામાં અસંગભાવ પ્રગટ કરવાનો સુંદર ભાવ પણ મનીષીની સાધનામાં વિઘ્ન કરનાર હોવાથી સુંદર નથી. I૨૬૩ બ્લોક :
नृपो बभाषे विधृतो मयाऽयं, दीक्षा सहाऽनेन ममोचितेति । अतः परं त्वद्वचसा विसृष्टः,
कर्तव्यमहँ त्वधुना विधेयम् ।।२६४।। શ્લોકાર્ચ -
રાજા બોલ્યો, આની સાથે મને દીક્ષા ઉચિત છે, એથી મારા વડે આ=મનીષી, ધારણ કરાયો. હવે પછી તારા વચનથી વિસર્જન કરાયો, વળી, યોગ્ય કર્તવ્ય-મનીષીની દીક્ષાના વિષયમાં યોગ્ય કર્તવ્ય, હવે કરાવું જોઈએ. ll૧૪ શ્લોક :
ततः प्रशस्तं दिनमाकलय्य, सप्तग्रहाके वृषलग्नयोगे । रथस्थितो मन्त्रिगिरोत्सवौघैनृपेण नीतः स गुरोः समीपम् ।।२६५ ।।