________________
૧૩૧
ચતુર્થ સ્તબક/શ્લોક-૨૧૦-૨૬૧ શ્લોકાર્થ :
રાજાએ વિચાર્યું હું રાજા છું. ખરેખર મધ્યમાં ગણાયો=મંત્રી દ્વારા હું મધ્યમાં ગણાયો. પુરુષોત્તમપણામાં મૃષા સ્મય થયેલો=હું રાજા છું માટે પુરુષોત્તમ છું એ પ્રકારે મને મૃષા અભિમાન થયેલું અથવા તેવા પ્રકારના મનીષીની અપેક્ષાએ હું દંષ્ટ્રમાં ઉગ્ર એવા સિંહની અપેક્ષાએ હાથી જેવો
પૂર્વમાં સામાન્યથી રાજાને એ પ્રકારે અભિમાન હતું કે હું રાજા છું માટે પુરુષોત્તમ છું પરંતુ મંત્રીએ તેને મધ્યમની સાથે સમાનશીલ બતાવ્યું. તેથી તત્ત્વને પામેલા રાજાને બોધ થયો કે ખરેખર હું પુરુષોત્તમ નથી પરંતુ મનીષી જ પુરુષોત્તમ છે જે શત્રુને નાશ કરવામાં સમર્થ છે. જ્યારે ઉગ્ર દાઢાવાળા સિંહની અપેક્ષાએ હાથી જેવો હું મધ્યમ છું. In૨૬ના શ્લોક :
अथाह राजा ननु तादृशेऽपि, चैत्ये कथं साऽजनि बालचेष्टा । स प्राह चित्रं पुरुषाद्यपेक्ष्य,
फले वनं तत्स्वविलासनाम ।।२६१।। શ્લોકાર્ચ -
હવે, રાજા કહે છેઃસુબુદ્ધિમંત્રીને કહે છે, ખરેખર તેવા પ્રકારના પણ ચૈત્યમાં તે બાલચેષ્ટા કેવી રીતે થઈ. ત=સુબુદ્ધિમંત્રી, કહે છે. પુરુષાદિની અપેક્ષાએ ભિન્ન ભિન્ન એવું તે વન ફલમાં સ્વવિલાસ નામવાળું છે.
રાજાને શંકા થઈ કે જ્યાં ઋષિ સમોસર્યા એવા ચૈત્યમાં પણ બાલ મન્મથકંદલીને લેવા માટે દોડે છે એવી ચેષ્ટા કેવી રીતે થઈ ? તદ્દન અસંભવિત તે કૃત્ય રાજાને જણાય છે, તેનો ઉત્તર આપતાં સુબુદ્ધમંત્રી કહે છે. જીવોને આશ્રયીને તે ઉદ્યાન સ્વવિલાસ નામનું છે, તે તે જીવને જુદા જુદા પ્રકારનું ફળ આપે છે. આથી જ રાજાને તે સ્વવિલાસ ઉદ્યાનમાં ગુરુના બળથી સમ્યક્ત પ્રાપ્ત થયું,