SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ સ્તબક/શ્લોક-૨૬૭-૨૬૮-૨૬૯ શ્લોકાર્થ ઃ તે પ્રકારના અત્યંત મનના સંગથી=અસંગભાવ તરફ જતા તે પ્રકારના શ્રેષ્ઠ મનના સંગથી, દીપ્ત એવા આનું=મનીષીનું, અંતરંગ શરીર અત્યંત દીપવા લાગ્યું, જે પ્રમાણે સૂર્યની પ્રભાથી આચ્છાદિત તારાના જેવો (તેની) આગળ રહેલા રાજાનો સમૂહ જોવાયો. II૨૬૭ના શ્લોક ઃ विलीनमोहोऽथ नृपस्तदीयगुणप्रकर्षे बहुमानभावात् । अभ्युत्थितः संयममाशु लातुं, तथैव देवी च सुबुद्धिमन्त्री ।। २६८ ।। ૧૩૫ શ્લોકાર્થ : હવે તેના સંબંધી=મનીષીના સંબંધી, ગુણના પ્રકર્ષમાં બહુમાન ભાવ હોવાને કારણે વિલીન મોહવાળો રાજા=સંસારના સંગમાં રહેવાની બુદ્ધિ નાશ થઈ છે જેને એવો રાજા, શીઘ્ર સંયમ લેવા માટે ઉત્થિત થયો, તે પ્રકારે જ દેવી અને સુબુદ્ધિમંત્રી, ઉત્થિત થયા. II૨૬૮।। શ્લોક ઃ तान् दीक्षयामास गुरुः सहर्षान्, प्रसद्य सर्वानपि शास्त्रनीत्या । ददौ च तेषामनुशिष्टिमुच्चैः, संवेगवल्लीवनवारिधाराम् ।। २६९ ।। શ્લોકાર્થ : હર્ષવાળા પણ તે સર્વેને શાસ્ત્રનીતિથી પ્રસાદ કરીને ગુરુએ દીક્ષા આપી, અને તેઓને સંવેગરૂપી વેલડીના વનને માટે મેઘધારા જેવી અત્યંત અનુશિષ્ટિ આપી.
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy