________________
૧૩૪
શ્લોકાર્થ ઃ
ત્યારપછી પ્રશસ્ત દિવસને જાણીને સાત ગ્રહના ચિહ્નવાળા વૃક્ષ લગ્નના યોગમાં, રથમાં રહેલો તે=મનીષી, મંત્રીની વાણીથી ઉત્સવના સમૂહો દ્વારા રાજા વડે ગુરુની સમીપે લઈ જવાયો. II૨૬૫।।
શ્લોક ઃ
रथादथोत्तीर्णममुं महीशः, परीक्षते स्म क्षितिपौघयुक्तम् । विकारहेतावपि तस्य चित्त
मलक्षयन्मृत्पुटपाकशुद्धम् ।। २६६ ।।
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
શ્લોકાર્થ ઃ
હવે રાજાઓના સમૂહથી યુક્ત એવા રથથી ઉત્તીર્ણ આની=મનીષીની, રાજાએ પરીક્ષા કરી, વિકારના હેતુઓમાં પણ માટીના પુટપાકથી શુદ્ધ તેનું=મનીષીનું ચિત્ત, જોયું.
દીક્ષા લેવા મનીષી જ્યારે રાજા દ્વારા ગુરુની સમીપમાં લઈ જવાય છે ત્યારે ઘણા રાજાઓથી યુક્ત રથમાંથી ઊતરેલો મનીષી હતો તે વખતે તેનું ચિત્ત કેવું નિર્લેપ છે ? તેથી પરીક્ષા રાજા કરે છે અને જુએ છે કે આ રીતે રાજાઓ દ્વારા સત્કાર કરાતો મનીષી સત્કારના વિકારને પામવાને બદલે ઇન્દ્રજાલ જેવા આ સર્વ સમારોહને જોઈને નિર્લેપભાવને અનુકૂળ મનીષીનું ચિત્ત અધિક શુદ્ધિવાળું રાજાને દેખાયું. ૨૬૬ા
શ્લોક ઃ
भृशं दिदीपेऽस्य शरीरमन्तर्दीप्तस्य सङ्गान्मनसस्तथोच्चैः । यथा पुरःस्थो ददृशे नृपौघः, सूर्यप्रभाच्छादिततारकाभः ।। २६७ ।।