________________
૧૩૬
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ મનીષી વગેરે દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે સર્વને ગુરુએ શાસ્ત્રનીતિથી દીક્ષા આપ્યા પછી કઈ રીતે શત્રુનો નાશ કરવો જોઈએ ઇત્યાદિ સર્વને ઉચિત બોધ કરાવીને બધાનો સંવેગ વૃદ્ધિ પામે તેવું ઉચિત અનુશાસન આપે છે. રિલા શ્લોક -
न बालवृत्तं विदुषा विधेयं, मनीषिवृत्तं परिशीलनीयम् । अनुष्ठितादेव मनीषिवाक्यात्,
स्युस्तादृशा मध्यमबुद्धयोऽपि ।।२७०।। શ્લોકાર્ચ -
વિદ્વાનોએ બાલ જેવું આચરણ કરવું જોઈએ નહીં, મનીષીનું આચરણ પરિશીલન કરવું જોઈએ. અનુષ્ઠાન કરાયેલા જ મનીષીના વાક્યથી મધ્યમબુદ્ધિઓ પણ તેવા થાયમનીષી જેવા થાય. li૨૭oll શ્લોક -
कार्यो न सङ्गः सह पापमित्रस्तत्सङ्गतो मृत्युमवाप बालः । सदैव तत्त्यागपरो मनीषी,
धर्मं च सौख्यं च यशश्च लेभे ।।२७१।। શ્લોકાર્ચ -
પાપમિત્રો સાથે સંગ કરવો જોઈએ નહીં, તેના સંગથી બાલ મૃત્યુને પામ્યો, સદા જ તેના ત્યાગમાં તત્પર મનીષી ધર્મને, સૌખ્યને અને યશને પામ્યો. ર૭૧II શ્લોક -
गुणावहः सज्जनसङ्गमः स्यादनर्थहेतुः खलसङ्गमश्च ।