________________
૧૨૮
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
શ્લોક :
अथार्थयित्वा समयप्रतीक्षा, विलम्बशाली प्रणयान्मनीषी । अकार्यत स्नात्रमुदारचैत्य
बिम्बस्य भूपेन महोत्सवेन ।।२५४।। શ્લોકાર્ધ :
હવે સમયની પ્રતીક્ષાની યાચના કરીને રાજા વડે પ્રીતિથી વિલંબશાલી= સંયમ લેવામાં વિલંબવાળો એવો મનીષી મહોત્સવથી ઉદાર ચૈત્યના બિંબના સ્નાત્રને કરાવાયો. ર૫૪ll શ્લોક -
यः स्नात्रकुम्भादुदपादि तेन, धर्मः स पीत्वाऽस्य भवाम्बुराशिम् । यशांसि कुम्भोद्भवताभवानि,
ततान कुन्देन्दुसितानि लोके ।।२५५।। શ્લોકાર્ધ :
તેના વડે મનીષી વડે સ્નાકના કુંભથી=સ્નાકના સેવનથી, જે ધર્મ, ઉત્પાદન કરાયો, તે તે ધર્મ, આના-મનીષીના, ભવરૂપી સમુદ્રના સમૂહને પીને લોકમાં કુંભથી ઉદ્ભવ થનારા મોગરા જેવા શ્વેત યશોને વિસ્તાર્યા.
રાજાના આગ્રહથી મનીષીએ જે સ્નાત્ર મહોત્સવ કર્યો તેનાથી મનીષીનું ચિત્ત પરમગુરુના સ્વરૂપથી અત્યંત રંજિત બને છે જે મનીષીના ચિત્તનો શ્રેષ્ઠ કોટિનો દ્રવ્યસ્તવથી જન્ય ધર્મ છે અને તે ધર્મ મનીષીના સંશ્લેષની પરિણતિરૂપ ભવસમુદ્રને પીને લોકમાં મનીષીનો શ્વેત યશ વિસ્તાર કરે છેઃલોકોમાં આ મનીષી ધન્ય છે જે રાજાદિથી પણ પૂજાને પાત્ર છે એ પ્રકારે યશનો વિસ્તાર કરે છે. રિપપરા