________________
૧૦૮
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ બુદ્ધિમાન પુરુષો સ્પર્શનને જાણ્યા પછી જ્યાં સુધી સંયમ ગ્રહણ કરવાને અનુકૂળ ચિત્ત ન થાય ત્યાં સુધી ગૃહસ્થ અવસ્થામાં દેહના નિર્વાહ માટે સ્પર્શનને કંઈક પ્રિય આચરે છે તોપણ સ્પર્શનના વિકારને વિકારરૂપે જાણે છે તેવી નિર્મળ સમ્યગ્દષ્ટિ હોવાને કારણે સ્પર્શનના સુંદર ભોગોમાં પણ અત્યંત સંશ્લેષ રહિત વર્તે છે. કંઈક સંશ્લેષ છે તોપણ તે સંશ્લેષ ક્ષણ, ક્ષીણતર થાય છે; કેમ કે વિવેકદૃષ્ટિ સ્પષ્ટ છે. આ પ્રકારનું ગુરુ વડે કહેવાયેલું ઉત્તમ સ્વરૂપ મનીષી પોતાનામાં યોજે છે અને મધ્યમબુદ્ધિને પણ તે કથન મનીષીમાં સંગત જણાય છે. ll૧૧TI શ્લોક -
स्वरूपमुच्चैरथ मध्यमानां, जगौ गुरुः स्पर्शननोदिता ये। मुह्यन्ति संसारसुखे विचित्रे,
संशेरते पण्डितनोदिताश्च ।।२१२।। શ્લોકાર્થ:
હવે ગુરુ મધ્યમોનું સ્વરૂપ અત્યંત બોલ્યા, સ્પર્શનથી પ્રેરાયેલા જેઓ વિચિત્ર સંસારના સુખમાં મોહ પામે છે સ્પર્શનેન્દ્રિયનો વિકાર થાય છે ત્યારે જેઓને સ્પર્શનજન્ય વિવિધ પ્રકારનાં સુખોમાં સારબુદ્ધિ થાય છે. પંડિત પુરુષોથી પ્રેરાયેલા શંકાશીલ થાય છે=તત્વને જોનાર પુરુષ જ્યારે સ્પર્શન વિકારરૂપ છે તેમ કહે છે ત્યારે સ્પર્શન સુખનું કારણ છે કે ક્લેશનું કારણ છે એ પ્રકારની શંકા કરે છે. ર૧રણા શ્લોક -
दधत्यलं भेदिनि योगिभोगिमतद्वये कालविलम्बपक्षम् । स्पर्शानुयाता अपि लोकलज्जागुणान्न कुर्वन्त्यतिनिन्द्यकर्म ।।२१३।।