________________
૧૦૭
ચતુર્થ સ્તબક/શ્લોક-૨૦૯-૨૧૦, ૨૧૧ શ્લોકાર્ચ -
સૂરિ બોલ્યા, અતિ ઉત્તમોનું તે સ્વરૂપ કહેવાયું, હવે ઉત્તમોનું સ્વરૂપ હું કહું છું, જેઓ વડે આ માનુષ્યક સ્પર્શનને પ્રાપ્ત કરીને શગુપણા વડે જણાયો. અને બોધના પ્રભાવથી મૂલશુદ્ધિને કરીને તેમાં સ્પર્શનમાં, ચકિત થાય છે. ઉપેક્ષિત કરાયા છે અયોગ્ય જનો જેમનાથી એવા અને નિજ આશ્રિતોને માર્ગમાં અવતારની નિષ્ઠાવાળા છે તેઓ ઉત્તમ પુરુષો છે એમ અન્વય છે.
જેઓ ઉત્તમ જીવો છે તેઓ સ્પર્શનનો વિકાર થાય છે ત્યારે તે વિકાર જીવના માટે વિહ્વળતા સ્વરૂપ છે તેમ જાણે છે તેથી શત્રુબુદ્ધિથી ગ્રહણ કરે છે. અને તત્ત્વને જોનાર માર્ગાનુસારીના બોધના પ્રભાવથી સ્પર્શનની મૂલશુદ્ધિને તેઓ કરે છે અને અયોગ્ય જીવોની ઉપેક્ષા કરે છે અને જેઓ પોતાના વચનને અવલંબીને પ્રવર્તે તેવા છે તેઓને સ્પર્શનના વાસ્તવિક સ્વરૂપનો બોધ કરાવીને માર્ગમાં અવતારણ કરાવનાર છે તેઓ ઉત્તમ છે; કેમ કે માર્ગાનુસારી બુદ્ધિને કારણે પદાર્થને વાસ્તવિક જુએ છે, અયોગ્યની ઉપેક્ષા કરે છે અને યોગ્ય જીવોના હિતની ચિંતા કરે છે. ૨૦૯-૨૧ના શ્લોક :
स्थित्यै तनोस्तत्प्रियमाचरन्तोऽप्यपास्तलोभा भृशमुत्तमास्ते । स्वस्मिन् मनीषी श्रुतमेनमर्थ
मयोजयन्मध्यमधीश्च तस्मिन् ।।२११।। શ્લોકાર્ચ -
શરીરની સ્થિતિ માટે=દેહના નિર્વાહ માટે, તેના પ્રિયને આચરતા પણ સ્પર્શનના પ્રિયને આચરતા પણ, અત્યંત અપાત લોભવાળા=ગાઢ આસક્તિના અભાવવાળા, તેઓ ઉત્તમ છે. આ સંભળાયેલા અર્થને મનીષીએ પોતાનામાં યોજન કર્યું. અને મધ્યમબુદ્ધિએ તેમાં=મનીષીમાં યોજન કર્યું.