________________
૧૧૪
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ છે, જેનાથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે, ત્યારપછી યોગનિરોધને અનુકૂળ નિજવીર્યનો લાભ થાય છે જેનાથી સર્વોત્તમ થાય છે. અને નિજવીર્યનો લાભ કર્મની ઉપાધિવાળો પણ છે અને કર્મની ઉપાધિ વગરનો પણ છે. કર્મની ઉપાધિવાળા નિજવીર્યથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી પરંતુ કર્મના ક્ષયથી ઉપાધિ વગરના વીર્યથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેવું ભાવિકભાવનું વીર્ય ભાગવતી પ્રવજ્યાથી થાય છે.
દ્રવ્ય પ્રવજ્યાથી નહીં પરંતુ ભાવ પ્રવ્રજ્યાથી થાય છે. અને જેઓ પાપથી વિરુદ્ધ પ્રકૃષ્ટથી અસંગભાવમાં જાય છે તેઓને ભાવથી પ્રવ્રજ્યાની પ્રાપ્તિ છે અને તેનાથી અનુપાધિ નિજવીર્યનો લાભ થાય છે. ર૨૪ શ્લોક :
दध्यौ मनीषी मम सैव युक्ता, लातुं कृतं शेषविडम्बनाभिः । व्रतग्रहेच्छेति मनीषिणोऽभू
दशक्यधीमध्यधियश्च योगे ।।२२५ ।। શ્લોકાર્ચ -
મનીષીએ વિચાર્યું, અને તે જ=ભાગવતી પ્રવજ્યા જ, લેવા માટે યુક્ત છે, શેષ વિડંબનાથી સર્યું, એથી મનીષીને વ્રતગ્રહણની ઈચ્છા થઈ, અને યોગમાં સંયમ યોગમાં, અશક્ય બુદ્ધિવાળો મધ્યમબુદ્ધિ થયો.
ગુરુએ ઉત્તમોત્તમ પુરુષ થવામાં હેતુ નિજવીર્યનો લાભ છે એમ કહ્યું અને તેનો હેતુ પ્રવ્રજ્યા છે એમ કહ્યું. તે સાંભળીને મનીષીને પ્રવજ્યા લેવાની ઉત્કટ ઇચ્છા થાય છે અને મધ્યમબુદ્ધિને પ્રવજ્યાનું પાલન પોતાને માટે અશક્ય છે તેવી બુદ્ધિ થાય છે. તેમાં મનીષીના અને મધ્યમબુદ્ધિનાં તે પ્રકારનાં કર્મો જ કારણ છે; કેમ કે સમાન ઉપદેશ સાંભળીને તે મનીષીનું વીર્ય તથા પ્રકારના ક્ષયોપશમને કારણે પ્રવજ્યાને અભિમુખ થયું. અને મધ્યમબુદ્ધિની પ્રવ્રજ્યાનાં બાધક કર્મો કંઈક બલવાન હતાં તેથી પોતાના માટે અશક્ય છે તેવી બુદ્ધિ થઈ. ૨૨પા