________________
૧૦૪
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોકાર્ચ -
આ પ્રમાણે કહેવાયેલા ભાવાર્થરસને જાણનાર આગળમાં સાંભળવાની ઈચ્છાથી વિસ્મિત એવા મનીષીને જોતો મધ્યમબુદ્ધિ બોલ્યો, કયા તત્ત્વની ઉતpક્ષા કરીને તું સુભાવિત છો.
શ્લોક-૨૦૨, ૨૦૩માં કહ્યું એવા પ્રકારના કહેવાયેલા ભાવાર્થવાળા રસને મનીષી જાણે છે તેથી જ ઉત્તમોત્તમ પુરુષના ગુણોથી ભાવિત થયેલ છે અને આચાર્ય આગળમાં શું કહે છે તે સાંભળવાની ઇચ્છાથી વિસ્મિત ચિત્તવાળો છે તેવા મનીષીને જોઈને મધ્યમબુદ્ધિ પ્રશ્ન કરે છે કે ક્યા તત્ત્વની ઉન્નેક્ષા કરીને તું ભાવિત થયો છે, તેથી એ પ્રાપ્ત થાય કે સમાન દેશના સાંભળીને પણ મનીષી જે રીતે તત્ત્વને સ્પર્શી શકે છે તે રીતે મધ્યમબુદ્ધિ સ્પર્શી શકતો નથી છતાં મનીષીના તે પ્રકારના ભાવોને કંઈક જાણી શકે છે તેવા માર્ગાનુસારી દર્શનમોહનીયના ક્ષયોપશમવાળો મધ્યમબુદ્ધિ છે, જ્યારે તે મનીષી અત્યંત તત્ત્વને સ્પર્શે એવી નિર્મલ માર્ગાનુસારી બુદ્ધિવાળો છે. ll૨૦૪ll
શ્લોક :
स प्राह मित्रायमगूढ एव, भावश्चमत्कारकरो न किं स्यात् । यद्दर्जयं यच्च दुरन्तदोषं,
तवैव तत् स्पर्शनमित्रमुक्तम् ।।२०५।। શ્લોકાર્ચ -
તે મનીષી, કહે છે. હે મિત્ર!મધ્યમબુદ્ધિ! આ અગૂઢ જ ભાવ પ્રગટ જ ભાવ, શું ચમત્કાર કરનાર ન થાય ? જે દુર્જય અને જે દુરંત દોષવાળો તે તારો જ સ્પર્શનમિત્ર કહેવાયો.
મનીષી મધ્યમબુદ્ધિને કહે છે કે તારો આ સ્પર્શનમિત્ર ખરાબ દોષવાળો છે અને દુઃખેથી જિતાય એવો છે તે પ્રકારે મહાત્માએ સ્પષ્ટ કથન કર્યું છે તે ભાવથી જ હું ભાવિત થયો છું માટે વિસ્મિત દેખાઉં છું. ૨૦પા