________________
ચતુર્થ સ્તબક/શ્લોક-૧૯૮–૧૯૯-૨૦૦
શ્લોકાર્થ :
૧૦૧
દિ=જે કારણથી, આ=સ્પર્શન, તીક્ષ્ણ બાણોની જેમ શરીરધારી જીવોના હૃદયમાં પ્રવેશ કરીને મર્મને ભેદે છે. વિસ્તાર પામતા દાહવાળા દેહને વ્યાપીને જ પ્રત્યાહતિની=પાછા ફરવાની, દુર્લભતાને વિસ્તારે છે.
જીવના મતિજ્ઞાનના પરિણામરૂપ કામની ઇચ્છારૂપ સ્પર્શનેન્દ્રિય છે અને જીવના મતિજ્ઞાનના ઉપયોગરૂપ હૃદયમાં પ્રવેશ કરીને જીવનું જે નિરાકુળ સ્વભાવરૂપ મર્મ છે તેને કામવાસના ભેદે છે અને દેહમાં તે પ્રકારે કામવાસના વિસ્તારવાળી થઈને વ્યાપ્ત થાય છે જેથી કામની ઇચ્છાથી પાછા ફરવું જીવ માટે દુર્લભ બની જાય છે. આથી જ સિંહગુફાવાસી મુનિ કોશાના રૂપને જોઈને કામની ઇચ્છાવાળા થાય છે ત્યારે નેપાળ કંબલ લેવા જાય છે, અનેક કષ્ટો વેઠે છે પરંતુ કામની ઇચ્છાથી પાછા ફરી શકતા નથી. છતાં પૂર્વમાં તત્ત્વનું પ્રચુર ભાવન થયેલું હોવાથી વેશ્યાના ઉપદેશથી પાછા ફરે છે. તેથી દેહમાં વ્યાપ્ત થયેલો કામનો પરિણામ વાળવો અતિદુર્લભ છે. ||૧૯૮૫
શ્લોક ઃ
राजाऽऽह किं सन्ति न सन्ति वा त
ज्जये समर्था जगतीह लोकाः ।
गुरुर्जगौ सन्ति परंतु तेऽत्र,
स्तोका मनुष्याः शृणु तत्र हेतुम् ।।१९९ ।। શ્લોકાર્થ :
રાજા કહે છે. તેના જયમાં સમર્થ=ઇન્દ્રિયોના જયમાં સમર્થ, આ જગતમાં લોકો શું છે અથવા નથી. ગુરુ બોલ્યા છે. પરંતુ અહીં=લોકમાં, તે મનુષ્યો થોડા છે. ત્યાં હેતુને તું સાંભળ. II૧૯૯II
શ્લોક ઃ
चतुर्विधाः सन्ति जघन्यमध्यो
त्कृष्टास्तथोत्कृष्टतमाश्च लोकाः ।