________________
૧૦૦
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ જીવો પોતાને ઉપેય એવા સુખની વાંછાથી વિપરીત એવા બાહ્ય ભોગાદિમાં જે પ્રવૃત્તિ કરે છે તે સર્વ પણ ઇન્દ્રિયોનો અપરાધ છે; કેમ કે ઇન્દ્રિયોને વશ જ ધનઅર્જનનો ક્લેશ પ્રાપ્ત કરે છે. ધન સાચવવાનો ક્લેશ પ્રાપ્ત કરે છે. સ્વજન આદિ સર્વને યથેચ્છ પ્રવૃત્તિ કરતાં જોઈને અનેક પ્રકારના ક્લેશો પ્રાપ્ત કરે છે તે સર્વ ઇન્દ્રિયોનો અપરાધ છે. ll૧૯૬ાા બ્લોક :
उक्त्वेति सामान्यत एव सूरिमनीषिबोधाय जगौ विशिष्य । दूरे किलान्यानि जगज्जयाय,
राजन्नलं स्पर्शनमेकमेव ।।१९७ ।। શ્લોકાર્ચ -
સામાન્યથી જ પાંચેય ઈન્દ્રિયોને સામે રાખીને સામાન્યથી જ, આ પ્રમાણે કહીને ઈન્દ્રિયો જ સર્વ અનર્થકારી છે એ પ્રમાણે કહીને, સૂરિ મનીષીના બોધ માટે વિશેષ કરીને બોલ્યા. હે રાજન્ ! જગતજય માટે અન્ય ઈન્દ્રિયો દૂર રહો, સ્પર્શન એક જ સમર્થ છે.
સામાન્યથી પાંચેય ઇન્દ્રિયો જીવને કઈ રીતે વિડંબના કરે છે એ સૂરિએ રાજાને કહ્યું. પર્ષદામાં બેઠેલ મનીષીને બોધ કરાવવા અર્થે કહે છે. પાંચે ઇન્દ્રિયો તો જીવને પરવશ કરવા સમર્થ છે પરંતુ એક સ્પર્શન ઇન્દ્રિય પણ જીવને સંસારમાં સંશ્લેષ કરાવવા સમર્થ છે. આથી જ સ્પર્શનને વશ થઈને સાધુ પણ દુરંત સંસારમાં પડે છે. ll૧૯ળા શ્લોક -
इदं हि तीक्ष्णेषुरिवाङ्गभाजां, हदि प्रविश्यैव भिनत्ति मर्म । व्याप्यैव देहं प्रवितीर्णदाहं, प्रत्याहृतेर्दुर्लभतां तनोति ।।१९८ ।।